કોન્સ્ટેબલમાંથી પોલીસ સબ ઈન્સ્પેકટરની ખાતાકીય બઢતી માટેની લેખિત પરીક્ષમાં પાસ થયેલા બાવન ઉમેદવારોને ઉત્તરવહીના પુર્નઃ મૂલ્યાંકન દરમ્યાન નાપાસ કરવામાં આવ્યા હોય બઢતીની રાહ જાેઈ રહેલા આ ઉમેદવારોને હજુ પણ કોન્સ્ટેબલ તરીકે જ નોકરી કરવી પડે તેવી પરિસ્થિતિ ઉદભવવા સાથે તેમની બઢતી બાબતે લટકતી તલવાર તોળાઈ છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નિયત કરવામાં આવેલ પેટર્ન સામે કેટલાક ઉમેદવારોએ રીટ કરી હોય સરકારે પેપરોનું મુલ્યાંકન કર્યું હતું. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ર૦૧૭માં લેખિત પરિક્ષા લેવાઈ હતી જેનું પરિણામ ડિસેમ્બર ર૦૧૭ માં જાહેર થયેલ હતું અને તેમાં ૩૭૬ ઉમેદવારો પાસ થયા હતા. લેખિત પરિક્ષાની પેટર્ન અટપટી, અન્યાયી હોવાની રજૂઆત સાથે કેટલાક ઉમેદવારોએ હાઈકોર્ટના સિંગલ જજ સમક્ષ અરજી કરી હતી. સપ્ટેમ્બર ર૦૧૮માં સિંગલ જજે અરજી ફગાવતાં ઉમેદવારોએ ડીવીઝન બેન્ચમાં અરજી કરી હોય રાજય સરકારે પુર્નઃમુલ્યાંકન કરી હાઈકોર્ટમાં સોગંદનામું કરેલ છે. સોગંદનામમાં રજૂઆત કરાઈ છે કે લેખિત પરીક્ષાના અગાઉના પરિણામ મુજબ ૩૭૬ ઉમેદવારો પાસ થયા હતા અને પુર્નઃ મુલ્યાંકન બાદનાં નવા પરિણામ મુજબ ૩પ૬ ઉમેદવારો જ પાસ થયા છે. પુર્નઃ મુલ્યાંકન દરમ્યાન ૩૭૬ ઉમેદવારોમાંથી ૩ર ઉમેદવારો એવા હતા જે અગાઉના પરિણામ મુજબ નાપાસ થયા હતા. પરંતુ પુર્નઃ મુલ્યાંકન બાદ તેઓ પાસ થયા છે. જયારે બાવન ઉમેદવારો એવા છે જે અગાઉના પરિણામ મુજબ પાસ હતા પરંતુ પુર્નઃ મુલ્યાંકન બાદ નાપાસ થયા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews