યાત્રાધામ દ્વારકામાં આવેલા વિશ્વવિખ્યાત ત્રેૈલોકય સુંદર દ્વારકાધીશ મંદિરનાં જિર્ણોદ્વાર કરવા માટે દિલ્હી સ્થિત કચેરી દ્વારા અપાયેલ લીલી ઝંડી પછી આર્કોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયાનાં ડાયરેકટર વી.વિદ્યાવતીએ તાત્કાલીક અસરથી વડોદરા ખાતેનાં આર્કોલોજી વિભાગની એન્જીનીયર્સની ટીમને મોકલી દ્વારકાધીશ મંદિરની મુલાકાત લઈ જગતમંદિરનાં શિખરનું નિરીક્ષણ સ્થાનીય એ.એસ.આઈ. શાહએ સાથે રાખી કરવામાં આવ્યું હતું. એક પખવાડિયામાં જ સર્વેની કામગીરી પૂર્ણ કરી સાત કરોડ રૂપિયાનાં ખર્ચે પ્લાન તથા એસ્ટીમેન્ટ સાથેની દરખાસ્ત ઉચ્ચ વિભાગને કરવામાં આવી છે. સંબંધીત વર્તુળોમાંથી મળતી માહિતી અનુસાર દ્વારકાધીશ જગતમંદિરમાં જમીનથી લઈને ટોચ સુધીમાં તમામ ર્જિણ થયેલા તેમજ ક્ષતિગ્રસ્ત ભાગો જેવા કે મંદિરનું ગર્ભગૃહ, સભામંડપ, લાડવા ડેરાવાળો ભાગ, શકિત માતાજી મંદિર આસપાસનાં તમામ ભાગ, પંચની તમામ કમાનો અને સ્તંભ વિગેરેનું જિર્ણોધ્ધાર કરવામાં આવનાર છે. આ ઉપરાંત શિખરની સીડી સહિતને નવેસરથી બનાવવમાં આવશે. દ્વારકા સ્થિત આર્કોલોજી વિભાગની કચેરી દ્વારા જગતમંદિરનાં જીર્ણોધ્ધાર માટે હાલમાં રૂપિયા સાત કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. પરંતુ જરૂર પડયે વધુ રકમ પણ દિલ્હી કચેરી દ્વારા ફાળવાશે તેવું વર્તુળોમાંથી જાણવા મળેલ છે. નોંધનીય બાબત છે કે રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજયસભાનાં સાંસદ તથા રીલાયન્સનાં ગૃપ પ્રેસીડેન્ટ પરીમલભાઈ નથવાણી, દેવસ્થાન સમિતિનાં ઉપાધ્યક્ષ ધનરાજ નથવાણી, સાંસદ પુનમબેન માડમ સહિતનાં મહાનુભાવો દ્વારા જગતમંદિરનાં વિકાસમાં અંગત રસ લઈને ફોલોઅપ લેવામાં આવી રહ્યું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews