એશિયાનો સૌથીમોટો રોપવે પ્રોજેકટ હવે નજીકનાં દિવસોમાં પુર્ણ થવા જઈ રહયો છે. રોપવે પ્રોજેકટ શરૂ થતાની સાથે જ જૂનાગઢ અને જીલ્લાની રોજગારી વિપુલ તકો ઉભી થવાની છે. આ રોપવે પ્રોજેકટ વહેલી તકે પુર્ણ થાય તે માટેના અથાગ પ્રયાસો કરવામાં અનેક લોકોએ પોતાનું યોગદાન આપેલ છે. આ સાથે જ જયારથી રોપવે યોજનાનો પાયો નંખાયો એટલે કે કોંગ્રેસની સરકાર વખતથી આ યોજનાનો પ્રારંભ થયો હતો. પ્રવાસન મંત્રી મહંત વિજયદાસજીએ રોપવે પ્રોજેકટ માટે જંગલની જમીન સામે ખડીયા, તોરણીયા નજીક ફોરેસ્ટ વિભાગને જમીન તબદીલ કરી હતી ત્યારબાદ કેશુભાઈ પટેલની સરકાર વખતે રોપવે યોજનાની પ્રક્રિયા શરૂ કરવામાંઆવી હતી. પૂર્વ સાંસદ ભાવનાબેન ચીખલીયાએ પણ આ યોજના અંગે સંસદમાં વારંવાર પ્રશ્નો ઉઠાવ્યા હતાં તથા જૂનાગઢનાં પૂર્વ ધારાસભ્ય મશરૂએ લોહીથી લખેલો પત્ર પાઠવ્યો હતો. ત્યારથી જ લઈ જૂનાગઢનાં લોકપ્રિય અખબાર સૌરાષ્ટ્રભૂમિ દૈનિક દ્વારા રોપ-વે માટેનું અભિયાન પણ ચલાવવા માટે આવ્યું હતું. આ અંગે સતત અહેવાલો પ્રસિધ્ધ કરવામાં આવેલ હતાં. આ સાથે જ જૂનાગઢ અને સોરઠ પંથકની જનતા, રાજકીય, સામાજીક આગેવાનો, સંતો, પ્રજાના પ્રતિનિધીઓ, ધારાસભ્યશ્રી, સંસદ સભ્યશ્રી, સરકારનાં મંત્રીશ્રીઓ સહિત જુદા-જુદા સમાજ અને લોકોએ આ યોજના માટે રજુઆતો કરી છે. આગામી દિવસોમાં રોપવેની કામગીરી થોડીક જે બાકી છે તે પુર્ણ થયા બાદ નજીકના સમયમાં જ રોપવે કાર્યરત થવાની પુરેપુરી સંભાવના છે. આ સાથે એક બાબત પણ અત્રે નોંધનીય છે કે, જે રીતે જૂનાગઢ વાસીઓએ રોપ-વે યોજના શરૂ થાય તે માટે પ્રયત્નો કર્યા હતા તેજ રીતે જૂનાગઢ મહાનગરપાલિકાનાં તત્કાલીન મેયર જીતુભાઈ હિરપરાએ જુનાગઢ અને સોરઠ પંથકની આ જીવાદોરી સમાન રોપ-વે યોજના વહેલી તકે પુર્ણ થાય તે માટે ભારતનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ગત તા.૧પ માર્ચ ર૦૧૬નાં રોજ રૂબરૂ મુલાકાત લઈ બનતા પ્રયત્નોએ રોપ-વે સાકાર થાય તે માટે અસકારકાર રજુઆત કરી હતી. હવે જયારે રોપ-વેનું સપનું નજીકના સમયમાં સાકાર થઈ રહયું છે જયારે તેમને પણ યાદ કરવા રહયા અત્રે ઉલ્લેખનીય છે કે જૂનાગઢનાં મેયર તરીકે સ્વ.જીતુભાઈ હિરપરાએ અનેક વિકાસશીલ કાર્યો હાથ ધર્યા હતાં. જૂનાગઢને વધુ સુવિધા મળે તે માટેનાં પ્રયત્નો કર્યા હતાં. સ્વ.જીતુભાઈ હિરપરાના ધર્મપત્ની ભાવનાબેન હિરપરા જૂનાગઢ મહાનગરપાલીકાનાં વોર્ડ નં.૧૧નાં ભાજપનાં કોર્પોરેટર છે અને સેવા આપી રહયા છે. જયારે તેમનો પુત્ર શિવરાજ હિરપરા પણ પિતાનાં પગલે ચાલી અને ભાજપના કાર્યકર તરીકે કામગીરી સંભાળી રહેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews