જૂનાગઢ શહેરમાં ૧૭ સહિત જીલ્લામાં કોરોનાના વધુ ૩ર કેસો નોંધાયા : ચિંતાજનક સ્થિતિ

0


જૂનાગઢ સીટી ૧૭, જૂનાગઢ ગ્રામ્ય ૧, કેશોદ ૩, ભેંસાણ ર, માળિયા ર, માણાવદર ર, માંગરોળ, વંથલી ૧ અને વિસાવદર ર કેસો નોંધાયા

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં કોરોના મહામારીનો રોગચાળો સતત બેફામ વધીને વધી રહયો છે. જૂનાગઢ શહેરમાં ગઈકાલે ૧૭ નવા કેસો સાથે ૩ર કેસો નોંધાયા છે. આરોગ્ય વિભાગની ગાઈડ લાઈન અનુસાર લોકો પરેજી પાળતા હોવા છતાં કોરોનાનું સંક્રમણ અટકતું નથી. જે ચિંતા જનક બાબત છે. અને આ અંગે વધુ લોકોનો જાગૃત રહેવા અને સાવચેતી પાળવા અનુરોધ કરાયો છે. એક બાબત તો નકકર છે. કોરોનાની સાથે હજુ જીવવાનું છે. ત્યારે તેનાથી કેમ બચીને રહેવું તે અતિ મહત્વનું છે. દરિયામાં રહી અને મગર મચ્છ સાથે વેર બાંધવા જેવી બાબત છે. પરંતુ ઈશ્વર કૃપા, લોકોનીની સાવચેતી અને આરોગ્ય વિષેયક પગલા આનો એક માત્ર ઉપાય છે.
વિસાવદરમાં સામુહિક આરોગ્ય કેન્દ્રમાં મેડીકલ ઓફિસર સહિત સ્ટાફમાં ૧૪ લોકોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ હવે વિસાવદરનાં કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડીયા, તેમના પત્ની નિશાબેન અને પુત્ર રાજનનો કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જયારે વિસાવદર પોલીસ મથકમાં છેલ્લા ત્રણેક દિવસમાં એક ડ્રાઈવર, એક ટ્રાફિક કોન્સ્ટેબલ, બે હોમગાર્ડ અને બે મહિલા પોલીસકર્મી સહિત ૬ કર્મચારીના રીપોર્ટ પોઝીટીવ આવ્યાછે.
વંથલી પોલીસ મથકમાં પણ કોરોનાએ પગ પસારો કર્યો છે, અહીં ફરજ બજાવતા ૩ર પોલીસકર્મીના ટેસ્ટ કરવામાં આવતા તેમાંથી ૮ પોલીસકર્મીના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. જેમાં એક મહિલા પોલીસ કોન્સ્ટેબલનો પણ સમાવેશ થાય છે. જયારે ર૪ના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. આરોપીના ટેસ્ટ કરાવવા માટેની કામગીરી સંભાળતા એક પોલીસકર્મીનો રીપોર્ટ સૌપ્રથમ પોઝીટીવ આવ્યા બાદ પોલીસ સ્ટેશનમાં રેન્ડમલી ટેસ્ટ કરવામાં આવ્યા હતાં.
જૂનાગઢ જીલ્લામાં આજે જૂનાગઢ શહેરમાં ૧૭, ગ્રામ્ય વિસ્તારમાં ૧ અને વંથલીમાં એક કેસ સામે આવ્યો છે. જયારે કેશોદમાં ૩, માળિયા, માણાવદર, માંગરોળ અને વિસાવદરમાં બે-બે મળીને ૧૦ કેસ સામે આવ્યા છે. આજે વધુ ૩૯ દર્દી સાજા થતા તેમને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!