Sunday, January 24

હું અને મારો પરીવાર હાલ સંપૂર્ણ સ્વસ્થ છીએ : ધારાસભ્ય હર્ષદ રીબડીયા

ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના ઉપદંડક અને જૂનાગઢ જીલ્લાનાં વિસાવદર મત વિસ્તારનાં કોંગ્રેસનાં ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા તેમના ધર્મપત્ની નીશાબેન રીબડીયા તેમજ પુત્ર રાજન રીબડીયાને કોરોના પોઝીટીવ આવતાં ધારાસભ્યનો આ પરિવાર હોમ કવોરોન્ટાઈન કરવામાં આવેલ છે. આજે સવારે સૌરાષ્ટ્રભૂમિ દૈનિક સાથેની વાતચીતમાં ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ જણાવ્યું હતું તેઓ તથા તેનો પરિવાર સ્વસ્થ છે અને તબીયત સુધારા ઉપર છે.
જૂનાગઢ જીલ્લાનાં કોંગ્રેસનાં કાર્યદક્ષ ધારાસભ્ય અને વિસાવદર – ભેંસાણ મત વિસ્તારનાં દરેક સમાજમાં લોકપ્રિય એવા ધારાસભ્ય હર્ષદ રીબડીયા ખેડુત પુત્ર છે. પ્રજાનાં પ્રશ્નો, વ્યથા તેમજ જરૂર પડે ત્યાં જયાં પણ ભ્રષ્ટાચાર કે કૌભાંડ થયું હોય ત્યાં પણ તેમની પાસે ફરિયાદ આવતાની સાથે જ હર્ષદભાઈ રીબડીયા અને તેમની ટીમ દ્વારા જનતા રેઈડ કરી આવી કામગીરીનો પર્દાફાસ કરવામાં આવે છે અને સતત સતાધાશીનો કાન સુધી લોકોના અવાજને પહોંચાડવાની ભૂમિકા નિભાવી રહયા છે. ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા અને તેમનો પરિવાર કોરોનાથી સંક્રમિત થતાં તેમના મિત્ર વર્તુળ, સ્નેહીઓ અને આમ પ્રજા ચિંતીત બન્યા હતાં. દરમ્યાન ધારાસભ્ય અને તેમનો પરિવાર સ્વચ્છ અને તબીયત સુધારા ઉપર છે તેમ આજે હર્ષદભાઈ રીબડીયાએ જણાવતાં તેમનાં ચાહક વર્ગમાં રાહતની લાગણી વ્યાપી ગઈ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!