જૂનાગઢ શહેર અને જિલ્લામાં મેઘરાજાનો વિરામ, ચોમાસાની સિઝનમાં સરેરાશ કરતાં વધુ વરસાદ પડયો

જૂનાગઢ શહેર અને જિલ્લામાં મેઘરાજાએ કૃપા કરી હોય તેમ અત્યાર સુધીમાં સરેરાશ કરતાં વધુ વરસાદ વરસી ગયો છે. આજે વરાપ હોય મેઘરાજાએ વિરામ લીધો હોય તેમ જણાઈ રહેલ છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં ચોમાસાની ચાલુ સિઝનમાં સરેરાશ કરતાં વધુ વરસાદ વરસી ગયો છે જેમાં જૂનાગઢ શહેર ૧૧૮૯ મીમી, જૂનાગઢ ગ્રામ્ય ૧૧૯૦ મીમી, કેશોદ ૧ર૩૦ મીમી, ભેસાણ ૧૧૩૧ મીમી, મેંદરડા ૧૧૯૦ મીમી, માંગરોળ ૧૦૧૬મીમી, માણાવદર ૧૩૧૪ મીમી, માળીયાહાટીના ૧૩પ૧મીમી, વંથલી ૧ર૪૭ મીમી અને વિસાવદરમાં ૧૬૦૭ મીમી વરસાદ વરસ્યો હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!