કોવિડ-૧૯ મહામારી સબબ જાહેર હિતમાં સરકારશ્રી દ્વારા ચોક્કસ માર્ગદર્શિકાઓ જાહેરનામાં બહાર પાડવામાં આવેલ છે જે મુજબ તહેવારોમાં ઘણા પ્રતિબંધ લાદવામાં આવેલ છે જે મુજબ જૂનાગઢ શહેરમાં પરંપરાગત રીતે નવાબી કાળથી મહોરમના તહેવારોમાં નીકળતી ચાંદીની સેજની સવારી નીકળતી હોઈ જે સમસ્ત હિન્દુ મુસ્લિમ સમાજના આસ્થાનું કેન્દ્ર હોઈ પરંતુ વર્તમાન કોરોના મહામારીને સેજના ગાદીપતિ પરિવાર દ્વારા જાહેર હિતાર્થે સરકારશ્રીની ગાઇડલાઈનનું સંપૂર્ણ રીતે પાલન કરી આ વર્ષ પૂરતી હઝરત ઈમામ હસન હુસેન ની મહોરમ પર્વ દરમ્યાન સેજ કાઢી શકાય તેમ ન હોઈ જેથી તમામ કાર્યક્રમ બંધ રાખવા ર્નિણય કરવામાં આવેલ છે જેને મહોરમ એકતા સમિતિ દ્વારા આવકારવામાં આવેલ છે. સેજ ગાદીપતિ પરિવારના ગુલામ અબ્બાસ કાદરી, તાજુદ્દીનબાપુ કાદરી, મકસૂદબાપુ કાદરી, ઈકબાલબાપુ કાદરી, વસીમબાપુ કાદરી. મુખ્તારબાપુ કાદરી, અરશદબાપુ કાદરી, સકલેનબાપુ કાદરી, શહેજાદબાપુ કાદરી, ઝાકીરબાપુ કાદરી, કાદરબાપુ કાદરી દ્વારા સર્વાનુમતે ર્નિણય કરવામાં આવેલ જેને મહોર્રમ એકતા સમિતિના બટુકભાઈ મકવાણા, અબ્દ્વેમાનભાઈ પંજા, સોહેલભાઈ સિદ્દીકી, જિશાન હાલેપોત્રા, મુન્નાબાપુ કાદરી, એસ.આઇ.બુખારી, શફીભાઈ સોરઠીયા, અશરફભાઈ થઈમ, વહાબ ભાઈ કુરેશી, અલ્તાફબાપુ કાદરી, રેહાન બાબી, હનીફભાઇ શૈખ સહિતના એ આ ર્નિણયને આવકારેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews