લીલીયા પંથકમાં સિંહોને લાવનારી સિંહણ રાજમાતાની ચીર વિદાય

0

ગીરના જંગલમાંથી શેત્રુજી નદીના પટમાં છેક લીલીયા સુધી આવી ગયેલી સિંહણની પાછળ એક નર સિંહ પણ આવ્યો હતો અને આ જોડીએ લીલીયા પંથકને ૪૩ જેટલા સિંહની ભેટ આપી હતી. અહીં સિંહનો વસવાટ કરાવનાર રાજમાતા તરીકે ઓળખાતી ૨૦૦૭માં રેડીયો કોલરવાળી પાંચ વર્ષની સિંહણ આજે અંદાજિત ૨૦ વર્ષની વયે વૃધ્ધાવસ્થાને કારણે મૃત્યું પામતા વન્ય પ્રાણી પ્રેમીઓમાં શોકની લાગણી ફરી વળી છે. આ સિંહણનું સામ્રાજ્ય સાવરકુંડલાના રાણી ગામથી લાઠીના લુવારીયા અને અમરેલીના ચાંદગઢ સુધી ચાલતું હતું હાલમાં બાબાપુર રહેતા સિંહો પણ આ પરિવારના સભ્યો છે. ખારા પાટને ઘર બનાવનાર આ સિંહણ ૨૦૦૮માં અતિવૃષ્ટિમાં ફસાતા તેનું રેસ્ક્યુ કરી ધારી પૂર્વમાં છોડવામાં આવેલ જ્યાંથી તે ગોંડલ શહેરમાં પહોંચી હતી અને દિવાળીને દિવસે વન વિભાગે તેને પકડી ઝૂમાં મુકવાનો ર્નિણય કરેલ પણ સ્થાનિક ગ્રામજનો અને વન્ય જીવ પ્રેમીઓએ વન વિભાગને વિનંતી પત્ર લખ્યો હતો કે અમારી સિંહણ અમને પરત આપો તેને ઝૂમાં ન મુકો, જેથી વન વિભાગે બચાઓ સાથે આ સિંહણને પરત આ વિસ્તારમાં જ મુકી હતી તેમ વન્ય પ્રાણી પ્રેમી રાજન જોષીએ જણાવ્યું હતું. આજે લીલીયા ગારીયાધારની બોર્ડરેથી રેસ્ક્યુ કરી વડાળ ખાતે ખસેડાઇ હતી જ્યાં તેનું મૃત્યું થયું હતું તેમ શેત્રુજી ડીવીઝનના ડીએફઓ ડો.નીશા રાજએ જણાવ્યું હતું. એશિયામાં સૌથી લાંબુ આયુષ્ય ધરાવનાર લેજન્ડરી સિંહણ રાજમાતાએ ૨૦ વર્ષની ઉંમરે શનિવારે અંતિમ શ્વાસ લીધા. તેની અંતિમ વિધિ રવિવારે પાલિતાણા નજીક આવેલ વડાલ એનીમલ કેર સેન્ટરમાં કરવામાં આવી હતી. ૭ વખત ગર્ભાવસ્થા દરમ્યાન આ સિંહણે ૧૫ બચ્ચાને જન્મ આપ્યો છે જે એશિયાટીક સિંહોમાં એક રેકોર્ડ છે. હાલમાં અમરેલી લિલિયાના ક્રાફચમાં ૫૦-૬૦ સિંહોની વસ્તી છે. તેમાં રાજમાતા અને તેના બચ્ચાની સંખ્યા નોંધપાત્ર છે. એશિયાટીક સિંહોનું આયુષ્ય સામાન્ય રીતે ૧૬ વર્ષનું હોય છે. પરંતુ રાજમાતા તેમાં અપવાદરૂપ હતી. તેનું આયુષ્ય ૨૦ વર્ષ હતું અને આ દરમ્યાન તે ૭ વખત સગર્ભા બની હતી તેવું વાઈલ્ડ ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડીયાના સીનીયર રિસર્ચર વાય.વી.ઝાલાએ જણાવ્યું હતું. તેમણે સંશોધન અર્થે સિંહણને ૨૦૦૮માં રેડીયો કોલર લગાવ્યું હતું. શેત્રુંજય વાઈલ્ડ લાઈફનાં જિલ્લા વન અધિકારી નિશા રાજે રાજમાતાના મૃત્યુંની પુષ્ટિ કરી હતી. તમામ પ્રોટોકોલ ધ્યાને લઈને રાજમાતાની અંતિમવિધિ કરવામાં આવી હતી. વૃદ્ધાવસ્થાને લીધે રાજમાતાનું મૃત્યું થયાનું નિશારાજે જણાવ્યું હતું. ગિરમાં સિંહોની વસ્તીને લઈને અભ્યાસ કરનાર જલ્પાન રૂપાપરા અને પૂર્વેશ કાચાએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૮માં રાજમાતાએ છેલ્લા બચ્ચાને જન્મ આપ્યો હતો. તે જ વર્ષે તેનું એક બચ્ચુ ગુમ થઈ ગયા પછી તેની તબીયત લથડતી ગઈ. બચ્ચુ કોઈ જંગલી પ્રાણીનું શિકાર બન્યું હોવાનું માનવામાં આવે છે. રાજમાતાએ તેની છેલ્લી બે સગર્ભા વસ્થામાં બે બચ્ચાને જન્મ આપ્યો હતો. પરંતુ તે બંને જેટલી જાનવરનો શિકાર બન્યા હતા. વર્ષ ૨૦૦૮માં બીજી પ્રસુતિ દરમ્યાન રાજમાતા શેત્રુંજય ડિવીઝનમાં પ્રથમ વખત જોવા મળી હતી. જે પછી તેને રેડીયો કોલર લગાવી ગિર પૂર્વમાં હડાળા રેન્જમાં છોડી મુકવામાં આવી હતી. તે માત્ર ૬ વર્ષની જ હતી જયારે તેને કોલરવાળી સિંહણનું નામ આપવામાં આવ્યું હતું. ૨૦૧૬માં સ્થાનિકો દ્વારા તેને રાજમાતા નામ આપવામાં આવ્યું હતું. જે પછી રાજમાતા પોતાની રેન્જથી વિખૂટી પડી ગોંડલ પહોંચી હતી. તેને અને તેના ૩ બચ્ચાને શોધવામાં ૭ દિવસ લાગ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!