સોમનાથ મંદિરે દર્શનના સમયમાં આજથી ફેરફાર કરાયો

જગવિખ્યાત સોમનાથ મંદિરના દર્શનનો સમયમાં આજ તા.૧ લી સપ્ટેમ્બરથી ફેરફાર કરવામાં આવેલ હોવાની જાહેરાત સોમનાથ ટ્રસ્ટે કરી છે. કોરોના મહામારીના કારણે સરકારે જાહેર કરેલ ગાઇડલાઇન્સનું અઘ્યન કર્યા બાદ સોમનાથ મંદિર ટ્રસ્ટે દર્શનાર્થીઓ માટે અગાઉ જાહેર કરાયેલા સમયમાં આજથી તા.૧ લી સપ્ટેમ્બરથી ફેરફાર કર્યાનો ર્નિણય લીધેલ છે. જે અંગે માહિતી આપતા ટ્રસ્ટના જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવેલ કે, આજથી સોમનાથ મંદિર સહિત ટ્રસ્ટ હેઠળના ગોલોકધામનું ગીતા મંદિર, શ્રીરામ મંદિર, ભાલકા મંદિર, ભીડીયાનું ભીડભંજન સહિતના તમામ મંદિરોનો સમય સવારે ૭ઃ૩૦ થી ૧૧ઃ૩૦ અને બપોરે ૧૨ઃ૩૦ થી ૬ઃ૩૦ અને સાંજે ૭ઃ૩૦ થી ૮ વાગ્યો સુધીનો રહેશે. સોમનાથ મંદિરમાં દર્શન કરવા આવતા ભાવિકો માટે ઓનલાઇન અને ઓફલાઇન પાસની સીસ્ટમ ચાલુ રાખવામાં આવી છે. જે મુજબ બહાર ગામથી આવતા દર્શનાર્થીઓએ સોમનાથ ટ્રસ્ટની વેબસાઇટ ઉપર ઓનલાઇન બુકીંગ કરાવીને આવવાનું રહેશે. ટ્રસ્ટની વેબસાઇટ થકી ભાવિકો પૂજાવિધિ પણ ઓનલાઇન કરાવી શકશે. દર્શન કરવા આવતા ભાવિકોએ કોરોનાની ગાઇડલાઇન્સનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!