જૂનાગઢ મહાનગરપાલિકાનાં કમિશ્નર વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માંગણી

જૂનાગઢનાં નોબલ ટાવર નહેરૂપાર્ક સોસાયટી ખાતે રહેતા મોહીત મહેન્દ્રભાઈ સચદેવએ સી-ડીવીઝન પોલીસને એક લેખીત ફરીયાદ આપી છે. અને જણાવેલ છે કે, અરજદાર મોતીબાગ પાસે આવેલ બી.એમ. સ્કવેર બિલ્ડીંગમાં યુ.એસ. ફોલો સ્ટોરમાં નોકરી કરે છે. અને તા.૩૦-૮-ર૦ર૦નાં સાંજે ૮ વાગ્યે સ્ટોર બંધ કરી અને તેમના ઘર તરફ જતાં હતાં. ત્યારે સરદારબાગ પાસે આવેલ મામલતદાર કચેરી સામે હાઈવે ઉપર લાઈટો બંધ હોવાથી રોડ પર ખાડા હોવાથી અને જીણી કાંકરી હોવાથી અરજદારનું બાઈક સ્લીપ થતા ઈજા પહોંચી છે અને મુંઢમાર લાગ્યો છે અને બાઈકમાં પણ નુકસાન થયું છે. વિશેષમાં મહાનગરપાલિકાનાં કમિશ્નરની ફરજ છે કે જૂનાગઢ શહેરનાં લોકોને સલામતી અને સગવડતા ભરેલા રોડ આપવાની પરંતુ જૂનાગઢવાસીઓને રસ્તા મળ્યા છે તો ખાડા વાળા જેથી આ બાબતે કમિશ્નર સામે આઈપીસી કલમ ર૬૮, ૩૩૬, ૩૩૭ હેઠળ ગુનો દાખલ કરવાની માંગણી કરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!