કેશોદમાં ફળદુ પરીવાર દ્વારા ચક્ષુદાન કરાયું

જૂનાગઢ જીલ્લાનાં કેશોદનાં રંભાબેન પુરૂષોતમભાઈ ફળદુ (ઉ.વ. ૯૦) તા. ર૯-૮-ર૦નાં રોજ સ્વર્ગસ્થ થતાં ફળદુ પરીવારે ચક્ષુદાન કરવાનું નકકી કરેલ હતું. અને આંખનાં સર્જન શ્રી ધડુક અને શ્રી કછોટનાં સહકારથી કેશોદમાં ચક્ષુદાન કરાયું હતું. સ્વ. રંભાબેનનાં પુત્ર ત્રિભોવનદાસનાં આ ઉમદા વિચાર કરીને અન્યનાં પરીવારમાં ખુશી લાવવાનાં વિચારે શૌર્યતાનું કાર્ય કરેલ છે. આમ ફળદુ પરીવાર દ્વારા થયેલ ચક્ષુદાનને શિવમ ચક્ષુદાન આરેણા, માંગરોળ જાયન્ટસ ગૃપ, વંદેમાતરમ ગૃપ માંગરોળ, સરકારી હોસ્પીટલનાં આંખનાં સર્જન શ્રી ધડુક, ડુંગગુરૂ સ્થા. જૈન યુવક મંડળ જૂનાગઢ, સ્વ. લક્ષ્મણભાઈ નંદાણીયા વિવિધ સેવાકીય ટ્રસ્ટ માંગરોળ, સંજીવની નેચર ફાઉન્ડેશન માંગરોળ દ્વારા બિરદાવવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!