વેરાવળ-કોડીનાર બિસ્માર નેશનલ હાઇવે ઉપર ગોઠણડુબ પાણી ફરી વળતા પાંચ કલાક સુધી વાહન વ્યવહાર થંભી ગયો !

0

ગીર જંગલમાં બે દિવસથી પડી રહેલ ભારે વરસાદનાં પાણી વેરાવળ કોડીનાર નેશનલ હાઇવે ઉપર ફરી વળેલ હોવાથી ગઈકાલે સવારે ચારેક કલાક સુધી વાહન વ્યહવહાર થંભી ગયો હતો. જેના પગલે હાઇવે ઉપર ત્રણ કીમી વાહનોની લાંબી લાઇનો લાગી જતા ટ્રાફિકજામની સ્થિતિ સર્જાય હતી. જેના પગલે દોડી આવેલ પોલીસ સ્ટાફે ભારે જહેમતબાદ વાહન વ્યવહાર પૂર્વવ્રત કરાવ્યો હતો.
છેલ્લા બે દિવસમાં ગીર જંગલ અને તાલાલા પંથકમાં પડેલ ભારે વરસાદનું પાણી નદી-નાળા મારફતે ઘસમસતુ ગઇકાલથી જ વેરાવળ-કોડીનાર નેશનલ હાઇવે ઉપર આવેલ બાદલપરાથી આજોઠા સુધીનાં રસ્તા ઉપર ગોઠણડુબ સુધી પાણી ફરી વળ્યા હતાં. તો બીજી તરફ આ નેશનલ હાઇવેનું નવીનીકરણનું કામ ચાલી રહેલ હોવાથી થોડા સમયથી હાઇવે અતિબિસ્માર બની ગયો હોય તેમ પાંચથી છ ફૂટના ખાડા પડી ગયા છે. બંન્ને સમસ્યા એક સાથે સર્જાતા ઉબડ-ખાબડ હાઇવે ઉપર ગોઠણડુબ પાણીના કારણે વાહનો જોખમી રીતે નિકળી રહયા હતા. દરમ્યાન ગઈકાલે સવારથી એકાએક પાણીનો પ્રવાહ વધી જતા હાઇવે ઉપરથી વાહન પસાર કરવામાં ચાલકો મુશ્કેલી અનુભવતા હતા. આવા સમયે હાઇવેના ખાડામાં ભરાયેલા વરસાદી પાણીમાં અમુક વાહનો ફસાઇ જતા ટ્રાફીકજામની સ્થિતિ સર્જાઇ હતી. આ પરિસ્થિતિના પગલે નેશનલ હાઇવેની બંન્ને તરફ અઢીથી ત્રણ કી.મી. સુધી વહનોની લાંબી લાઈનો લાગી ગઇ હતી. હાઇવે ઉપર વાહન વ્યવહાર થંભી ગયાની માહિતી મળતાની સાથે જ પ્રભાસપાટણ પોલીસ સ્થળ ઉપર દોડી આવીને વાહન વ્યવહાર પૂર્વવત કરવા જહેમત કરી હતી. અંદાજે પાંચેક કલાક સુધી વેરાવળ-કોડીનાર નેશનલ હાઇવે ઉપર વાહન વ્યવહાર બંધ રહયા પછી બપોર બાદ ફરી શરૂ થયો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!