સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંગ્રેજી ભવનના સિનિયર પ્રોફેસર અધ્યાપક અગ્રણી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કાર્યકારી કુલપતિ પ્રો. જયદિપસિંહ ડોડીયા તેમની જીવન યાત્રાના ૫૬ વર્ષ પુરા કરી આજ રોજ તા. ૧/૯/૨૦૨૦ના દિવસે ૫૭માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. ૧૯૯૮માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંગ્રેજી ભવનમાં પ્રોફેસર તરીકે જોડાયા એ પહેલા રાજકોટની શ્રીમતી એમ.ટી.ધમસાણીયા કોમર્સ કોલેજ અને માંગરોળની શારદાગ્રામ કોલેજમાં ફરજ બજાવેલ હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક વ્યાખ્યાતા તરીકેની કારકિર્દી શરૂ કરનાર પ્રો. ડોડીયાએ સેનેટ સભ્ય, સીન્ડીકેટે સભ્ય તેમજ વિનયન વિદ્યાશાખાના ડીન તરીકે ફરજ બજાવી ચુક્યા છે. વર્ષ ૨૦૧૩માં તત્કાલીન કુલપતિ ડો.મહેન્દ્રભાઈ પાડલીયા લંડન પ્રવાસે ગયા ત્યારે ગુજરાતના તત્કાલીન રાજ્યપાલ ડો.કમલા બેનીવાલે કાર્યકારી કુલપતિ તરીકે પ્રો. ડોડીયાની નિમણૂંક કરી હતી. પ્રો. જયદિપસિંહ ડોડીયાનો વર્ષ ૨૦૧૩ માં કાર્યકારી કુલપતિ તરીકે ખુબજ અલ્પ સમય ગાળો ગુજરાત રાજ્યનું શૈક્ષણિક જગત લાંબા સમય સુધી યાદ રાખે તેવો યશશ્વી રહ્યો હતો. વર્ષ ૨૦૧૨માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સૌથી મોટી ફેકલ્ટી એવી આર્ટસ ફેકલ્ટીના ડીન અને અધર ધેન ડીન પદે ચૂંટાઈને પ્રો. ડોડીયા એ વિક્રમ સર્જયો હતો. ઉત્તર ગુજરાત યુનિવર્સિટી-પાટણની કુલપતિ સર્ચ કમિટીમાં UGC ચેરમેનના નોમિની તરીકે એક વખત તેમજ માનનીય રાજ્યપાલના નોમિની તરીકે આ સમિતિના અધ્યક્ષ તરીકે બે વખત સફળતા પૂર્વક ફરજ બજાવી ચુક્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ટીચર્સ એસોસિએશનના બે ટર્મ સુધી મહામંત્રી અને બે ટર્મ સુધી પ્રમુખ તરીકેના કાર્યકાળમાં સત્તાધીશો સાથે સીધો સંઘર્ષ કરીને પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધ્યાપકોના પ્રશ્નોના નિવારણ માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. ગુજરાત માંUGCના છઠ્ઠા અને સાતમા પગાર ધોરણના અમલીકરણ માટે પણ પ્રો. ડોડીયા એ એક જાગૃત અધ્યાપક અગ્રણી તરીકે સક્રિય ભૂમિકા ભજવી હતી. આજ રોજ પ્રો. જયદિપસિંહ ડોડીયાના જન્મદિવસે તેમને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી, ગોવિંદગુરૂ યુનિવર્સિટી ગોધરાના કુલપતિ પ્રો. પ્રતાપસિંહજી ચૌહાણ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપ કુલપતિ ડો. વિજયભાઈ દેશાણી, ઉદયસિંહ રામભાઈ ઝાલા (ખાપટ), દિપસિંહભાઈ રામભાઈ ઝાલા (ખાપટ) સહીતના અનેક શુભેચ્છકો, શિક્ષણવિદો અને સામાજિક સંસ્થાના અગ્રણીઓએ મો. ૯૪૨૬૪ ૪૪૦૭૨ ઉપર શુભેચ્છાઓ પાઠવી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews