જૂનાગઢ તાલુકાનાં મજેવડી ગામે લુખ્ખાઓના આતંક સામે વેપારીઓનો આક્રોશ

જૂનાગઢ તાલુકાનાં મજેવડી ગામે આવારા તત્વો અને લુખ્ખાઓએ વેપારીઓને ધાક-ધમકી આપતાં વેપારીઓમાં રોષની લાગણી પ્રગટી ગઈ છે. ધંધા- રોજગાર બંધ રાખી આવારા તત્વો સામે તાત્કાલીક પગલા ભરવાની માંગણી સાથે તાલુકા પોલીસ સ્ટેશને રજુઆત કરવામાં આવી હતી.  જૂનાગઢ તાલુકાનાં મજેવડી ગામે લુખ્ખા તત્વો દ્વારા ધાક-ધમકી આપતા હોવાનું બનાવ બન્યો હતો. ૩૦ તારીખનાં રોજ આવારા તત્વોએ વેપારીઓને ધાક-ધમકી આપી હતી. જેના વિરોધમાં વેપારીઓ એસોસીએશન દ્વારા ધંધા-રોજગાર બંધ રાખવામાં આવ્યા હતાં. તાલુકા પોલીસ સ્ટેશનમાં રજુઆત કરવા દોડી ગયા હતાં. તાલુકા પોલીસે રજુઆત સાંભળી આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!