એટીએમની મુલાકાત લઈએ અને તેમાંથી રૂા.૧૦ હજાર રોકડા મળી આવે તેવી ઘટના બની હોય અને તે રકમ પોતે રાખી લેવાના બદલે જેની હોય તેને પરત પહોંચાડવામાં આવે તે બાબત આજનાં કળીયુગમાં વિચારવી પણ અશકય છે. પણ પ્રમાણિકતા આજે પણ જીવંત છે. તેનું તાદ્રશ ઉદાહરણ જૂનાગઢ શહેરમાં સુખનાથચોક વિસ્તારમાં એન્જલ કોલ્ડ્રીંકસની દુકાન ધરાવતાં પ્રમાણીક યુવાન કાદરી રઈશ મહમદ અમીનભાઈએ પુરૂ પાડયું છે. આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ કાદરી રઈશ દિવાનચોક ખાતે આવેલ પંજાબ નેશનલ બેંકનાંં એટીએમમાં ગયેલ . જયાંથી એક વૃધ્ધ વ્યકિત બહાર આવી રહી હતી. અંદર એટીએમમાં જતાં એટીએમનાં કાઉન્ટરમાં રૂા.૧૦ હજાર રોકડા યથાવત હતાં જેનો સીધો અર્થ એવો હતો કે કોઈ વ્યકિત રૂા.૧૦ હજાર લીધા વગર જતી રહેલ છે. રૂા.૧૦ હજારની રોકડ રકમ એમને એમ કેમ આપી દેવી તેમ વિચારી કાદરી રઈશભાઈએ પંજાબ નેશનલ બેંકનાં મેનેજરનો સંપર્ક સાધી જે તે સમયે પીએનબીનાં એટીએમમાંથી રૂા.૧૦ હજારની રકમ કોઈ વ્યકિત દ્વારા ઉપાડવામાં આવે છે તેની માહિતી મેળવી તે વ્યકિતને શોધી કાઢી પંજાબ નેશનલ બેંકનાં મેનેજરની ઉપસ્થિતિમાં આ વ્યકિતને બોલાવી પુરેપુરી રકમ આપી દીધી હતી. જે વયોવૃધ્ધ વ્યકિત એટીએમમાં પોતાની રકમ લીધા વગર નીકળી ગયેલ. તેમનું નામ ભરતભાઈ રસીકદાસ પારેખ છે જેઓજૂનાગઢ શહેરનાં માંગનાથ મંદિર પાસે આવેલ વડફળીયામાં આવેલ માર્વેલ એપાર્ટમેન્ટમાં રહે છે. આ વ્યકિતને સંપુર્ણ રકમ પરત આપી ઈમાનદારીનું જવલંત ઉદાહરણ પુરૂ પાડેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews