ઉત્તરપ્રદેશ રાજ્યના ઇટાવા, રતન નગર ખાતે રહેતા ફરિયાદી સુંદરસિંગ યાદવની ૨૧ વર્ષીય પુત્રી રીંકી પોતાના ઘરેથી કોઈને કહયા વગર નીકળી જતા, ફરિયાદી સુંદરસિંગ યાદવ દ્વારા રતન નગર, સિવિલ લાઇન પોલીસ સ્ટેશન, ઇટાવા ખાતે પોતાની દીકરી રીંકીના અપહરણ અંગે ફરિયાદ કરવામાં આવેલ હતી, જેની તપાસ યુ.પી.ના સિવિલ લાઇન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ હતી. આ અપહરણના ગુન્હાની તપાસ દરમ્યાન રતન નગર ઇટાવા યુ.પી. પોલીસને ટેક્નિકલ સોર્સ આધારે મળેલ માહિતી આધારે યુપી પોલીસ અપહૃત રીંકી યાદવના ઘરના સભ્યો સાથે જૂનાગઢ ખાતે તપાસમાં આવી, સી ડિવિઝન પોલીસને માહિતી આપતા, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફની જૂનાગઢ પોલીસની ટીમ યુપી પોલીસની મદદમાં રહેલ અને ઝીણવટભરી તપાસ હાથ ધરી, દિપાંજલી સોસાયટી ખાતે રહેતા આરોપી હેમંત વાસુદેવભાઈ જાની (ઉ.વ. ૨૯ રહે. બ્લોક નં. ૩૦૧, દ્વારકાધીશ એપાર્ટમેન્ટ, દિપાંજલી ૦૧, જૂનાગઢ) તથા ભોગ બનનાર રીંકી સુંદરસિંગ યાદવ (ઉ.વ. ૨૧ રહે. રતન નગર, સિવિલ લાઇન, ઇટાવા -ઉત્તર પ્રદેશ)સાથે પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ હતી. યુવક-યુવતી બંને લિવ ઇન રિલેશનશીપ કરાર કરીને રહેતા હતા. જેની કાર્યવાહી બાદ યુપી પોલીસ દ્વારા અપહૃત દીકરીને તેના પિતાના ઘરે અને હેમંત જાનીને મુક્ત કરવામાં આવેલ હતો.
પોતાની પ્રેમિકાને પોતાનાથી વિખૂટી પાડતા, જૂનાગઢના હેમંત જાની દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં હેબિયર્સ કોર્પસ દાખલ કરી, પોતાની પ્રેમિકા રીંકી યાદવને સોંપવા માટે વિનંતી કરવામાં આવેલ હતી. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા આ કિસ્સામાં સહિષ્ણુતાભરી કાર્યવાહી કરી, નામદાર હાઇકોર્ટના હુકમ આધારે ઉત્તરપ્રદેશ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે જાતે સંકલન કરી, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.એસ.ડાંગર, પોલીસ કોન્સ. ચંદ્રેશભાઈ, મહિલા કોન્સ. ભાવનાબેન, ડ્રાઈવર હિતેશભાઈ, જગદીશભાઈ સહિતની એક ટીમ તાત્કાલિક ઉત્તરપ્રદેશ ખાતે મોકલી આપી, મહિલા રીંકી યાદવનો કબ્જો મેળવી, યુવતીએ નામદાર હાઇકોર્ટ સમક્ષ પોતાના પ્રેમી હેમંત જાની સાથે જવાની ઈચ્છા વ્યક્ત કરતા, નામદાર ગુજરાત હાઇકોર્ટના હુકમ આધારે તેના પ્રેમી હેમંત જાનીને સોંપવા હુકમ કરતા, સી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા યુવતી રીંકી યાદવને જૂનાગઢના હેમંત જાનીને સોપવામાં આવેલ હતી.
સોશ્યલ મીડિયા દ્વારા ઉત્તર પ્રદેશના ઇટાવાની યુવતી ગુજરાત રાજ્યના જૂનાગઢ ખાતેના યુવકના પ્રેમમાં પડેલી, જેને યુપી પોલીસ પરત ઉત્તરપ્રદેશ લઈ ગયેલ હતી. પરંતુ, નામદાર હાઇકોર્ટના હુકમ આધારે જૂનાગઢ પોલીસ દ્વારા સહિષ્ણુતા ભરી તાત્કાલિક કાર્યવાહી કરી, યુવક અને યુવતીનું મિલન કરાવતા, યુવક અને યુવતીએ જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કરેલ હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews