ભારે વરસાદ બાદ જૂનાગઢ શહેર અને જિલ્લામાં વરસાદનો વિરામ

0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં શનિવાર અને રવિવારે મેઘરાજાએ મન મુકીને વરસ્યા બાદ વિરામ લીધો છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં ભારે વરસાદને પગલે જનજીવનને અસર પડી હતી. ગઈકાલે ભેસાણમાં બે ઈંચ વરસાદ સિવાય સોરઠમાં વરસાદે વિરામ લીધો હોય લોકોએ હાશકારાનો અનુભવ કરેલ છે. શનિવાર અને રવિવારે વરસેલા અતિભારે વરસાદને કારણે જૂનાગઢ શહેર અને જિલ્લાના અનેક ગામ અને ખેતરોમાં વરસાદના પાણી ફરી વળ્યા હતા. જાે કે હવે વરસાદે વિરામ લેતાં દિવસ દરમ્યાન વરાપ નીકળી હતી. ભારે વરસાદને લઈ સોરઠના આઠ સ્ટેટ હાઈવે બંધ રહેલ હતા જેમાં વિસાવદર-ધારી બાયપાસ, બિલખા-વિસાવદરનાં રસ્તા સહિતના રસ્તાઓનો સમાવેશ થાય છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં ભારે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાયા હતા. હાઈવે ઉપર પાણી ભરાતાં પરિવહનને અસર પડી હતી. વરસાદે સમગ્ર સોરઠમાં વિરામ લેતાં ખેડૂતોમાં હર્ષની લાગણી ફેલાણી છે. કારણ કે ભારે વરસાદને કારણે ખેડૂતો ખેતરમાં જઈ શકતા ન હોવાથી પાક નિષ્ફળ જવાની ભિતી સેવાઈ રહી હતી તેમાં વરાપ નીકળતાં કંઈક આશા ખેડૂતોમાં કૃષિપાક બચી જવાની આશા સેવાઈ રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!