કેશોદ તાલુકાનાં સરોડ ગામનાં દર્દીનું મૃત્યું

0

ભારે વરસાદ અને જળબંબાકાર જેવી સ્થિતિ વચ્ચે કેશોદ તાલુકાનાં સરોડ ગામનાં એક દર્દીને તંત્રનાં દરવાજે અવાર નવાર રજુઆતો અને તાત્કાલીક સારવારની જરૂર છે તેવી રજુઆતો કરવા છતાં પણ કોઈ ઉપાય જવાબદાર તંત્ર દ્વારા કરવામાં ન આવ્યો હોવાનાં કારણે આખરે ગ્રામજનોએ આ બિમાર દર્દીને ટ્રેકટરમાં સારવાર માટે લઈ જઈ રહયા હતાં, આ દર્દી દવાખાને પહોંચે તે પહેલાં જ રસ્તામાં તેનું મૃત્યું થયાનાં બનાવનાં પગલે તિવ્ર રોષની લાગણી ફેલાણી છે અને ગ્રામજનોએ જવાબદારો સામે પગલા ભરવાની માંગણી કરી છે.
ઘેડ પંથકમાં વારંવાર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ રહી છે ત્યારે હાલમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઘેડ પંથક બેટમાં ફેરવાયો છે, મોટા ભાગના ઘેડ પંથકનો વાહન વ્યવહાર ખોરવાયો છે, લોકોની સલામતીની વ્યવસ્થા કરવાવાળુ તંત્ર નિષ્ફળ સાબિત થયું હોવાનો બનાવ સરોડ ગામે જોવા મળ્યો છે. ગામમાં ફરતે પાણી હોય વાહન વ્યવહાર બંધ હોય પગપાળા પણ ગામ બહાર નીકળી શકાય એમ ન હોય તેવા સમયે સરોડ ગામે એક વ્યક્તિ બિમાર થતા બેભાન અવસ્થામાં હોવાથી સારવાર અર્થે દવાખાને લઇ જઇ શકાય તેવી પરિસ્થિતિ ન હોવાથી સરોડ ગ્રામ પંચાયતનાં મહીલા સરપંચના પતિ દ્વારા કન્ટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી અને એનડીઆરએફની ટીમની જરૂરીયાત બાબતે રજૂઆત કરવામાં આવી હતી જે બાબતે તંત્ર દ્વારા એનડીઆરએફની ટીમ સરોડ ગામે જવા રવાના કરવામાં આવી હતી જે ટીમ પાડોદર પહોંચી હતી ત્યાંથી સરોડ જવા રવાના થઈ હતી ત્યાં તાલુકા વિકાસ અધિકારી ટીમ પણ હાજર હતી એનડીઆરએફની ટીમે પાડોદરથી સરોડ જવા આગળ વધ્યા બાદ સરોડ સુધી પહોંચી શકાય તેવી પરિસ્થિતિ ન હોવાનું જણાવી એનડીઆરએફની ટીમ પાડોદરથી પરત કેશોદ રવાના થઈ હતી આ બાબતે ગ્રામ પંચાયતનાં હોદેદારોએ તાલુકા વિકાસ અધિકારીને પુછવામાં આવતા વ્યવસ્થિત જવાબ ન આપ્યો હોવાનો ગ્રામ પંચાયતના હોદ્દેદારે આક્ષેપ કર્યો હતો ત્યાર બાદ તંત્રએ એરટીમની વ્યવસ્થા કરીએ તેથી રાહ જુઓ તેવું જણાવ્યું હતું બાદમાં એ બાબતે પણ કોઈ જવાબ ન આવતાં રાત્રીના ઉચ્ચ તંત્રનો સંપર્ક કરતાં જણાવ્યું હતું કે વ્યવસ્થા કરી રહ્યા છીએ થાય કે ન થાય તે કહી ન શકાય તેવું જણાવેલ હોવાનું સરોડ ગ્રામ પંચાયત સરપંચ પતિએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું સાથે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જો આવા સંજોગોમાં સરકાર લોકોની મદદ ના કરી શકે તો શું કામનું વધુમાં મામલતદાર ઉચ્ચ તંત્રનાં અધિકારીઓ પુરગ્રસ્ત ગામડાઓમાં સહાયરૂપ ન થઈ શકે તો તંત્ર શું કામનું? બિમાર દર્દીને કોઈપણ સંજોગોમાં ગામ બહાર લઈ જઈ શકાય તેવી પરિસ્થિતિ ન હોય આમ જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા દર્દીને કોઈ સારવાર પુરી પાડવામાં આવી ન હતી. આ દરમ્યાન આખરે ગ્રામજનોએ જીવના જાેખમે આ દર્દીને ટ્રેકટરમાં લઈ સારવાર અર્થે પહોંચાડવાનો પ્રયત્ન કરી રહેલ હતાં તે દરમ્યાન દવાખાને પહોંચે તે પહેલાં જ સરોડનાં મસરીભાઈ ખીમાભાઈ રાજતીયાનું મૃત્યું થતાં ગ્રામજનોમાં ભારે આક્રોષ છવાયો છે અને તંત્ર સામે તીવ્ર પ્રતિક્રિયા વ્યકત કરી છે. ડીઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત પુર અને કુદરતી આફતો વચ્ચે અસરગ્રસ્ત લોકોને તાત્કાલીક સહાય મળી શકે તે માટે તકેદારીનાં પગલા લેવામાં આવતા હોય છે અને પરીપત્ર પણ જારી કરવામાં આવતો હોય છે. પરંતુ આ બનાવમાં કેશોદ તાલુકાનાં સરોડ ગામનાં દર્દીને સારવાર ઉપલબ્ધ કરાવવામાં તંત્ર ઉણું ઉતરતા તેનું મૃત્યું થયું છે ત્યારે જે કોઈ જવાબદાર હોય તેની સામે પગલા લેવાની માંગણી ઉઠી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!