જૂનાગઢનાં રસ્તાઓએ દી દીધા : આજે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન

જૂનાગઢ શહેરનાં રસ્તાઓએ ગુજરાતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી પોતાનો ડંકો વગાડી દીધો છે. ખરાબ રસ્તાઓને કારણે ઉચ્ચ કક્ષાએ રજુઆતો થઈ છે. એટલું જ નહીં અનેક માણસોને ખરાબ રસ્તાનાં કારણે માનસીક યાતનાઓ પણ સહન કરવી પડી છે. અને આ બાબતે કાનુની નોટીસો ફટકારવામાં આવી છે. દરમ્યાન આજે કોંગ્રેસ દ્વારા ખરાબ રસ્તાઓ મુદ્દે વિરોધ પ્રદર્શન હોય અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.
જૂનાગઢ શહેરનાં તમામ રસ્તાઓ એક તો મોટા – મોટા ખાડાઓથી શણગારેલા હતાં તેમાં બેફામ વરસાદ પડતાં આ રસ્તાઓની હાલત અત્યંત ખરાબ બની ગઈ હતી. આ સાથે એક તરફ પાણીનો પ્રવાહ બીજી તરફ ખાડાઓની વણજાર ત્રીજી તરફ ખાડાઓ બુરવા કપચી અને કોંક્રેટ નાખેલા હોય જેના લીધે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. અનેક લોકો મણકાના દુઃખાવાથી પીડાઈ રહયા છે. સંબંધીત સતાધીશો દ્વારા આ બાબતે કોઈ પગલા હજુ સુધી ભરવામાં આવ્યા નથી.
દરમ્યાન જૂનાગઢનાં રસ્તાઓ બાબતે આજે જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમીત પટેલની આગેવાની હેઠળ ખાડાઓનુંપુજન તથા વૃક્ષારોપણ તેમજ અનોખા કાર્યક્રમ સાથે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!