કેશોદ તાલુકાનાં બાલાગામ, મોટાકાજલીયાળા, શેરડી અને ખોરાસા, સરકડીયા ગામે જુગાર દરોડા : ર૯ શખ્સો ઝડપાયા

જૂનાગઢ જીલ્લાનાં વિવિધ વિસ્તારોમાં પોલીસે જુગાર અંગે દરોડો પાડી આરોપીઓ સામે જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. કેશોદ તાલુકાનાં બાલાગામ ગામે કેશોદ પોલીસ સ્ટેશનનાં હે.કો. પી.એમ. બાબરીયા અને સ્ટાફે જુગાર અંગે દરોડો પાડતાં ખુલ્લા પડતર નાના પ્લોટમાં જુગાર અંગે આઠ શખ્સોને રૂા.૧૦૧૪૦નાં મુદામાલ સાથે ઝડપી લેવામાં આવેલ છે. જયારે માણાવદર તાલુકાનાં શેરડી ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને રૂા.૮૧૭૦ના મુદામાલ સાથે ઝડપી લેવામાં આવેલ છે. આ ઉપરાંત ચોરવાડ ખોરાસા ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને રૂા.૮ર૭૦ની રોકડ મુદામાલ સાથે ઝડપી લેવામાં આવેલ છે. આ ઉપરાંત માળિયાહાટીના તાલુકાનાં સરકડીયા ગામે જાહેરમાં જુગાર રમતા ૧૪ શખ્સોને રૂા.૧૧૪૬૦નાંરોકડ મુદામાલ સાથે ઝડપી લઈ તમામ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જાંબુડા ગામે ચોરી
વિસાવદર તાલુકાનાં જાંબુડા ગામે અશોકભાઈ જીવાભાઈ રોજીયાના મકાનમાંથી રૂા.૪ હજારની ચોરી કરી ગયાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!