ઉનાના અગ્રણી રાજેશભાઈ પ્રેમજીભાઈ મકવાણાએ ગીર સોમનાથ જીલ્લા કલેકટરને લેખિત રજુઆત કરી છે કે, ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામે ગ્રામ પંચાયત દ્વારા ર૦૦પમાં રેવન્યુ સર્વે નં.૯૭ વાળી સરકારી પડતર જમીનમાં ર૦૬ પ્લોટ પાડવામાં આવ્યા હતા તે પ્લોટોમાંથી વખતો વખત ગ્રામ પંચાયત દ્વારા ૧પ૬ પ્લોટ જરૂરીયાતમંદ લોકોને ફાળવવામાં આવ્યા હતા. જે પંચાયની માલીકીના હતા. આ પ્લોટો ઘર વિહોણા અને જરૂરીયાતમંદ લોકોને ફાળવવાના હોય તેમ છતાં ગ્રામ પંચાયતના હોદેદારો સરપંચ દેવીબેન બાંભણીયા, તેના પુત્ર દિનેશ બાંભણીયા, ગ્રામ પંચાયના સભ્ય વૈશાલીબેન બાંભણીયાના પતિ પ્રકાશભાઈ બાંભણીયા, ઉપસરપંચ શકરાભાઈ, સભ્ય હસમુખભાઈ બાંભણીયા દ્વારા સત્તાનો દુરઉપયોગ કરી પ્લોટ બજાર કિંમતે સૈયદ રાજપરાના ૮થી વધુ લાભાર્થી ન હોવા છતાં ગેરરીતી આચરીને વેંચાણ કરી નાખા આ બાબતે તાત્કાલીક તપાસ કરી જવાબદારો સામે કાનુની પગલા ભરવા માંગણી કરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews