જૂનાગઢનાં મધુરમ બાયપાસ ઉપર આવેલ મૌલીક સ્કુલમાંથી કોમ્પ્યુટરનાં મોનીટર અને સીપીયુની ચોરી

0

મધુરમ બાયપાસ ભકિતનગર સોસાયટી ખાતે આવેલી મૌલીક સ્કુલમાંથીચોરી થયાનું બનાવ પોલીસ દફતરે બન્યો છે. આ બનાવ અંગે શ્વેતાંગ બલભદ્ર (ઉ.વ.૪૬) રહે.રાયજીનગર બ્લોક નં.૪પ૩ શેરી નં.૧પ વાળાએ પોલીસમાં નોંધાવેલી ફરીયાદ અનુસાર ફરીયાદીની મૌલીક સ્કુલમાં ગઈ તા.ર૮-૮-ર૦ર૦નાં રાત્રીના સીસીટીવી કેમેરા આધારે કલાક ૩-૦૦ થી કલાક પ-૦૦ દરમ્યાન પ્રવેશ કરી સીસીટીવી કેમેરામાં દેખાતા આશરે ર૦ થી રપ વર્ષની ઉંમરના બે શકદાર અજાણ્યા ઈસમોએ સ્કુલના કોમ્પ્યુટર લેબ (રૂમ)નું તાળા સહિતનો નકુચો તોડી કોમ્પ્યુટર લેબમાંથી ૧૮ જુલાઈ ર૦૧૭ની સાલમાં ખરીદ કરેલ (૧) એમબી-જી-૪૧ ટચકોમ કંપનીના કોમ્પ્યુટરના મોનીટર નંગ ૧૬ જે એક મોનીટરની આશરે કિ.રૂા.૧પ૦૦/- તથા (ર) કોમ્પ્યુટરના એસેમ્બલ સીપીયુ નંગ-૦૪ જે એક સીપીયુની આશરે કિં.રૂા.રપ૦૦/- લેખે કિ.રૂા.૧૦,૦૦૦ની મળી કુલ ૩૪,૦૦૦/- ની મતાની ચોરી કરી ગયાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે અનેસીસીટીવી કેમેરામાં દેખાતા આશરે ર૦ થી રપ વર્ષની ઉંમરના બે શકદાર અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવેલ છે. અને પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!