તાલાલાના યુવાનની ત્રણ વર્ષ પૂર્વે થયેલ હત્યાના ગુનાના આરોપીને કોર્ટે આજીવન સજા ફટકારી

0

તાલાલા તાલુકાના રામપરા ગામબના પટેલ યુવાનને ત્રણ વર્ષ પૂર્વે નજીવી બાબતનું મનદુઃખ રાખી રાયડી ગામના શખ્સે છરીના ઉપરા છાપરી ઘા મારી મોત નીપજાવેલ હતું. આ હત્યારનો કેસ વેરાવળની કોર્ટમાં ચાલી જતા આરોપીને આજીવન સખ્ત કેદ સાથે રૂા.૧૦ હજારનો દંડ ભરવાનો કોર્ટે હુકમ કરેલ છે.
આ અંગેની વિગત આપતા સરકારી વકીલ કમલેશભાઇ પંડયાએ જણાવેલ કે, ત્રણેક વર્ષ પૂર્વે ગીર સોમનાથ જીલ્લાના તાલાલા તાલુકાના રાયડી ગામે રહેતા મુકેશ ઉર્ફે મુકો ભુરાભાઇના માલ-ઢોર દિનેશભાઇ છગનાભઇ તળાવીયા પટેલ રહે.રામપરાની વાડી-ખેતરમાં ઘુસી ગયેલ હતા. જે અંગે દિનેશભાઇ તળાવીયાએ મુકેશ ઉર્ફે મુકાને ઠપકો આપતા ત્યારે બંન્ને વચ્ચે બોલાચાલી થયેલ હતી. જેનું મનદુઃખ રાખી સાડા ત્રણ વર્ષ પૂર્વ તા.૬-૧-ર૦૧૭ના રોજ સાંજના સમયે રાયડી ગામના ત્રણ રસ્તા ઉપર દિનેશભાઇ તળાવીયા ખેતી કામના મજુરને સેમળીયા ગામેથી મુકીને પોતાની મોટર સાયકલ ઉપર પરત એકલા આવી રહેલ હતા. ત્યારે મુકેશ ઉર્ફે મુકાએ દિનેશભાઇ તળાવીયાને રસ્તામાં રોકી ઠપકાના મનદુઃખમાં ઉપરા ઉપરી છરીના સાતેક જીવલેણ ઘા મારી મોત નીપજાવીને દિનેશભાઇ તળાવીયાનું મોટર સાયકલ સુઝુકી નં.જી.જે. ૧૧ એસ.એસ પ૯૩૪ લઇ નાસી ગયેલ હતો. જે અંગે જેન્તીભાઇ બાબુભાઈ મોવાલીયા રહે.રામપરા વાળાએ આરોપી મુકેશ ઉર્ફે મુકા ભુરાભાઇ સામે તાલાલા પોલીસમાં ફરીયાદ નોંધાવતાં આઇ.પી.સી. કલમ ૩૦ર, ૩૯૭, ૩૪૧ તથા જી.પી. એકટની કલમ- ૧૩પ મુજબનો નોંધી તપાસ કરી હતી.
આ બનાવના તપાસનીશ અધિકારીએ આરોપી મુકેશ ઉર્ફે મુકાની અટક કરેલ તેમજ એફ.એસ.એલની મદદ લઇ ચાર્જશીટ રજુ કરેલ હતુ. જેથી આ કેસ વેરાવળની ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટના જજ એમ.એમ. બાબી સમક્ષ ચાલેલ હતો. જેમાં સરકારી વકીલ કમલેશભાઇ પંડયા તથા ફરીયાદ પક્ષે મહેશભાઇ મહેતા હતા. જેમણે ર૧ સાહેદો તથા પંચ વિટનેસ, ડોકટર જુબાની અને ર૭ દસ્તાવેજી પુરાવાઓ રજુ કરેલ હતા. વર્તમાન કોવીડ-૧૯ ના કારણે ઓનલાઇન વિડીયો કોન્ફરન્સ થકી બંન્ને પક્ષે દલીલો થયેલ હતી. જેમાં સરકારી વકીલએ સમાજમાં નજીવા કારણોસર મનુષ્યવધ જેવો જધન્ય અપરાધોનું પ્રમાણ સતત વધી રહેલ છે ત્યારે સમાજમાં રહેલા માથાભારે શખ્સોને કાયદાનું જ્ઞાન કરાવતી સજાનો હુકમ થવો જોઇએ. જેને ધ્યાનમાં રાખી આરોપી મુકેશ ઉર્ફે મુકો ભુરાભાઇને તકસીરવાન ઠેરવી સી.આર.પી.સી. કલમ ર૩પ(ર) મુજબ ઇ.પી.કો. કલમ ૩૦ર ના ગુના માટે આજીવન કેદની સજા તથા રૂા.૧૦,૦૦૦ નો દંડ અને દંડ ન ભરે તો વધુ એક વર્ષની સખ્ત કેદની સજા તેમજ કલમ ૩૯૭ મુજબ સાત વર્ષની સખ્ત કેદની સજા અને રૂા.પ,૦૦૦ નો દંડ અને દંડ ન ભરે તો વધુ છ માસની સખ્ત કેદની સજા તેમજ કલમ ૩૪૧ માટે એક માસની સાદી કેદની સજા તથા કલમ-૧૩પ મુજબ ચાર માસની સાદી કેદની સજાનો હુકમ કરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!