કેશોદનાં નાની ઘંસારી ગામે વિજ શોક લાગતા ખેડૂત પિતા પુત્રનું મોત

0

કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામે વાડી વિસ્તારમાં રહેતા ખેડૂત માલદેભાઈ નાથાભાઈ હડીયા અને તેમના શિક્ષક પુત્રભીમશીભાઈ માલદેભાઈ હડીયાનું વિજ શોક લાગતા મોત નિપજ્યું હતું. ખેડૂત પિતા પુત્ર બન્ને પોતાની વાડીએ ઇલેકટ્રીક સ્ટાર્ટર રીપેરીગ કરી રહ્યાં હતાં ત્યારે અકસ્માતે વિજ શોક લાગતાં ૧૦૮ ટીમ દ્વારા કેશોદની સિવિલ હોસ્પિટલે પહોંચાડયા હતાં ત્યારે ફરજ ઉપરના ડોકટરે બન્નેને મૃત જાહેર કર્યા હતાં. મૃતકની લાશોને પીએમ માટે મોકલી આપવામાં આવી હતી. પિતા પુત્રના મોતથી નાની ઘંસારી ગામમાં માતમ છવાયો હતો. મૃતક ભીમશીભાઈ માલદેભાઈ હડીયા પંચાળા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યું છે. મેઘરાજાએ વિરામ લેતાં વરાપ નીકળતાં ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો પોતાની મોલાત બચાવવા ચિંતાગ્રસ્ત હોય છે જેથી અતિવૃષ્ટિને કારણે ખેતરોમાં ભરાઈ ગયેલાં પાણીને પંપીંગ દ્વારા બહાર કાઢવામાં વ્યસ્ત બન્યાં છેે ત્યારે અકસ્માતે જીવ ગુમાવવાનો વખત આવ્યો છે. કેશોદ તાલુકાના નાનકડાં એવાં નાની ઘંસારી ગામે એક જ પરિવારના બે મોભીનું મૃત્યુ થતાં અરેરાટી પ્રસરી ગઈ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!