વેરાવળ તાલુકામાં બે સ્થળોએ જુગાર દરોડામાં ૭ શકુનીઓ ઝડપાયા

0

વેરાવળ તાલુકાના આંબલીયાળા તથા ડાભોર ગામે પોલીસે જુગાર અંગે બે સ્થળોએ દરોડા પાડી સાત શકુનીઓને રોકડા રૂા.ર૧,૧૩૦ની સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. પ્રભાસપાટણ પોલીસના સ્ટાફે તાલુકાના આંબલીયાળા ગામે ધાન્યાવાવ વાડી વિસ્તારમાં જુગાર અંગે દરોડો પાડી જાહેરમાં લાઇટના અંજવાળે જુગાર રમતા યોગેશગીરી મેઘનાથી, શૈલેષગીરી અપારનાથી, રાજેન્દ્રગીરી મેઘનાથી, જયસુખગીરી મેઘનાથી, ભગવાન સેવરા, કીશન સોલંકીને રોકડા રૂા.૧૪,૧ર૦ ની સાથે પોલીસે ઝડપી લઇ જુગાર ધારા કલમ ૧ર મુજબ ગુનો નોંધેલ છે. આ ઉપરાંત ડાભોર ગામે દાડમ બાપાની ડેરી સામે દરોડો પાડતા જાહેરમાં લાઇટના અંજવાળે જુગાર રમતા બચુ ધારેચા, વિનુ બારીયાને રોકડા રૂા.૭૦૧૦ની સાથે પો.કો. તુષારભાઇ હરીઓમભાઇ સહીતના સ્ટાફે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!