હાઇકોર્ટે સરકારનો ભરતીઓને અસર કરતો ૧-૮-૨૦૧૮નો વિવાદાસ્પદ ઠરાવ રદ કર્યો, જાણો શું હતો મામલો

0

ગુજરાત હાઇકોર્ટે  ગઈકાલે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતો સરકારનો ૧-૮-૨૦૧૮નો વિવાદાસ્પદ ઠરાવ(amendment of 1-8-2018) રદ કર્યો છે. આ ઠરાવના કારણે સરકાર નોકરીમાં નવી અનામત (Resdervation in jobs) નીતિ મુજબ મેરીટ બન્યુ હતું અને તેના કારણે રાજ્યમાં આંદોલનો (LRD Protest) થયા હતા. આ ઠરાવ આજે કોર્ટે રદ કર્યો છે. આ ઠરાવના વિવાદના કારણે એલ.આર.ડી. સહિતની ભરતીઓમાં મેરિટનો વિવાદ સર્જાયો હતો. કોર્ટે આ ઠરાવને રદ કરવાનો ચુકાદો આપ્યો છે ત્યારે જાણો શું હતો એ ઠરાવ.૧-૮-૧૮ નો સરકારનો જે વિવાદિત પરિપત્ર (Disputed circular) હતો તે ગુજરાત હાઇકોર્ટ દ્વારા રદ્દ કરવામાં આવ્યો છે. કોર્ટ દ્વારા સ્પષ્ટ નિર્દેશ અપાયા છે કે ૩૩ ટકા અનામત જ મહિલાઓને આપવાનું છે. તે ૩૩ ટકામાં જ એસટી, એસસી, સામાજીક પછાત સહિતની તમામ મહિલાઓનો સમાવેશ કરવાનો છે. ૧-૮-૨૦૧૮ના પરિપત્રમાં સરકારે એવી જોગવાઇ કરી હતી કે સરકારી નોકરી ભરતીમાં લેવાતી પરિક્ષામાં એસસી-એસટી-ઓબીસી વર્ગના(SC_ST_OBC) ઉમેદવારો જનરલ કેટેગરીના ઉમેદવારો કરતાં વધારે ગુણ મેરિટમાં મેળવે તો પણ તેમને તેમના અનામત (Resevation) વર્ગમાં જ પ્રવેશ આપવો, જનરલ કેટેગરીની બેઠકોમાં પ્રવેશ મળી શકે નહીં. હવે ગુજરાત હાઇકોર્ટે આ વિવાદાસ્પદ પત્રને રદ્દ કરી દીધો છે. ઓગષ્ટ, ૨૦૧૮નાં જીઆર મુજબ અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને જનરલ મેરિટમાંથી બાદ કરવામાં આવી હતી. જેની સામે ૧૦૦થી પણ વધુ મહિલાઓ ગાંધીનગરની  સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં કર્યા હતા. બીજી તરફ બિનઅનામત કેટેગરીની મહિલા ઉમેદવારો ગાંધીનગર ઉમટી પડી હતી અને જીઆર રદ ન કરવા આવેદન પત્ર આપ્યું હતું. પોલીસની ભરતીમાં મહિલાઓને સરકારે ૩૩ ટકા અનામત આપી છે, જો કે ૧લી ઓગષ્ટ ૨૦૧૮નાં રોજ થયેલા પરિપત્ર મુજબ મહિલા ઉમેદવારે જે કેટેગરીમાં ફોર્મ ભર્યું હોય તેમાં જ તેની પસંદગી શક્ય બને. એટલે કે કોઈ મહિલાએ OBC કેટેગરીમાં ફોર્મ ભર્યું હોય તો તેને જનરલ કેટેગરીમાં સ્થાન મળી શકે નહીં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!