કોરોનાની મહામારીને કારણે રાજય સરકાર દ્વારા મહાનગરો અને નગરપાલિકાઓને કોરોના અટકાયતી પગલાનાં ભાગરૂપે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જેમાં વાત કરીએ રાજકોટ મહાનગરપાલિકાની જેમાં વિવિધ મંત્રાલય દ્વારા અત્યાર સુધીમાં ર૦ કરોડની ગ્રાન્ટ ફાળવેલ હોવા છતા કોર્પોરેશન દ્વારા છ માસમાં અંતે માત્ર ૯પ લાખ રૂપિયાનો ખર્ચ કરી કોરોના અટકાયતી પગલાનાં ભાગરૂપે કામગીરી ચાલું રાખતા કોરોનાનાં કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. કોરોના મહામારીને ડામવા સરકાર દ્વારા ર૩ માર્ચથી દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. રાજકોટ શહેરમાં ખાસ કરીને જંગલેશ્વર વિસ્તારમાં કોરોનાનો પ્રથમ પોઝીટીવ કેસ આવતા કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગ દ્વારા આ વિસ્તાર કોર્ડન કરી અનેક પગલાઓ લેવામાં આવ્યા હતા. પરંતુ દિવસેને દિવસે વધી રહેલા કોરોનાનાં કેસોને કારણે મનપાનાં આરોગ્ય વિભાગ દ્વારા ટેમ્પરી સ્ટાફની ભરતી કરી ડોર ટુ ડોર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. કોરોનાની મહામારીમાં થતી કામગીરીમાં ખર્ચને પહોંચીવડા માટે કોવિડ-૧૯ નિયંત્રણ અંતર્ગત બજેટની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં રાજકોટ મહાનગરપાલિકાને વખતો વખત રૂા.૧ કરોડ, રૂા.૪ કરોડ, રૂા.૧૦ કરોડ અને રૂા.પ કરોડની ગ્રાન્ટ આપવામાં આવી છે. પરંતુ મહાનગરપાલિકાએ અલગ અલગ કામગીરીમાં અત્યાર સુધીમાં માત્ર ૯પ,પ૧,૦૮૦ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આથી કહી શકાય કે કોરોના કાબુમાં લેવા માટે સરકારે ફાળવેલ ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ થયો ન હોય જેના કારણે કોરોનાનાં કેસો વધી રહ્યા છે તેમ જાણવા મળી રહ્યું છે. રાજય સરકાર દ્વારા તો રાજકોટ શહેરમાં કોરોનાનાં અટકાયતી પગલાનાં ભાગરૂપે કોર્પોરેશન દ્વારા ધનવંતરી રથ દોડાવી ડોર ટુ ડોર લોકોનું સ્વાસ્થ્ય ચેક કરવાની કામગીરી તેમજ ઉકાળા વિતરણ અને આશા બહેનો તથા આરોગ્ય કર્મિઓ દ્વારા કોવિડ ટેસ્ટીંગ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે. મહાનગરપાલિકાનાં જણાવ્યા અનુસાર રોજનાં બે હજારથી વધુ કોવિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેના કારણે પોઝીટીવ કેસોમાં વધારો થયો છે પરંતુ ગ્રાન્ટનો ઉપયોગ કરી વધુ સ્ટાફની ભરતી કરવાથી રોજ પાંચ હજારથી વધુ કોરોના ટેસ્ટ થઈ શકે તેમ છે. પરંતુ મહાનગરપાલિકા દ્વારા ર૦ કરોડની ગ્રાન્ટમાંથી માત્ર ૯પ લાખ જેટલો જ ખર્ચ કરવામાં આવ્યો છે ત્યારે બાકીનાં ગ્રાન્ટનાં રૂપિયા કયાં ગયા તેવી ચર્ચા રાજકોટવાસીઓમાં જાગી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews