જૂનાગઢનાં દોલતપરા વિસ્તારમાં અગાઉના મનદુઃખે જીવલેણ હુમલો : ત્રણ સામે ફરિયાદ

જૂનાગઢનાં દોલતપરા કસ્તુરબા સોસાયટી ખાતે રહેતા ભીખુ ઉર્ફે ભીખા શેઠ યુસુફ નારેજા આ કામનાં રાજન રામભાઈ, રાહુલ રામભાઈ, રામભાઈ વીરમભાઈ રહે.કસ્તુરબા સોસાયટીવાળા વિરૂધ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના ફરીયાદીને આ કામના આરોપીઓને અગાઉ માથાકુટ થયેલ હોય જેનો ખાર રાખી આ ત્રણેય જણાએ ફરીયાદીની રીક્ષા રોકાવી જેમ ફાવે તેમ ભુંડી ગાળો દઈ જાનથી મારી નાંખવાની ધમકી આપી જાનથી મારી નાંખવાના ઈરાદે આરોપી નં.૧ ધારીયાનો ઘા માથામા મારવા જતા જમણો હાથ આડો નાંખતા જમણા હાથમાં કાંડા પાસે ઈજા કરી આરોપી નં.(ર) નાએ ધોકા વડે મારવા જતા ફરીયાદી ભાગી જતા આરોપી નં.૩ નાએ પાછળથી પથ્થરનો ઘા કરી એકબીજાની મદદગારી કરી જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કર્યા બાબતની ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!