ખંભાળિયાની સુપ્રસિદ્ધ મહાપ્રભુજીની બેઠકના દર્શન પખવાડિયા માટે સદંતર બંધ રહેશે

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં પણ હવે કોરોના પોતાનો કાળમુખો પંજો વધુ મજબૂત બનાવી રહ્યો છે અને દિવસે દિવસે કોરોના પોઝિટિવ કેસો વધી રહ્યા છે. આના અનુસંધાને ખંભાળિયાની પુરાણપ્રસિદ્ધ શ્રી મહાપ્રભુજીની બેઠકના દર્શન પખવાડિયા માટે સંપૂર્ણપણે બંધ રાખવાનો ર્નિણય બેઠકના વહીવટદારો દ્વારા લેવામાં આવ્યો છે. કોરોના મહામારીના અનુસંધાને મહાપ્રભુજીની બેઠકમાં સવારના તથા સાંજના તમામ દર્શનનો તા. ૩ થી ૧૭ સપ્ટેમ્બર સુધી સદંતર બંધ રાખવાના આ કામચલાઉ રીતે લેવામાં આવેલા ર્નિણયને અંગે સહકાર આપવા વૈષ્ણવ ભાઈઓ-બહેનો તથા દર્શનાર્થીઓને બેઠકના મુખ્યાજી દ્વારા અપીલ કરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!