મોદી સરકારે વધુ ૧૧૮ એપ બંધ કરવાથી દેશના કરોડો યુઝર્સનો ડેટા સેફ થયો : સાયબર એક્સપર્ટ

કેન્દ્રિય માહિતી અને પ્રસારણ મંત્રાલયે PUBG સહિતની ૧૧૮ એપ્સ ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. ટેકનોલોજીનો વ્યાપ વધવાથી તેના સદુપયોગની સાથે સાથે ઘણા લોકો તેનો દુરૂપયોગ પણ કરે છે તેની જાણકારી આપને ગુજરાતના સાયબર એકસપર્ટ જીતેશ ત્રાપસીયા જણાવશે. આ પહેલા કેન્દ્ર સરકારે ચીન સાથે નિયંત્રણ રેખા ઉપર સર્જાયેલા તણાવ બાદ TikTok, Helo સહિતની ૫૯ ચાઈનીઝ એપ ઉપર રાતોરાત પ્રતિબંધ લગાવી દીધો હતો. માહિતી અને પ્રસારણ વિભાગે આઈટી એક્ટની કલમ ૬૯A હેઠળ દેશની સુરક્ષા અને નાગરિકોની પ્રાઈવસીના કારણો હેઠળ આ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.  આ એપ્સ યુઝર્સનો ડેટા એકત્ર કરી તેને દેશની બહાર આવેલા બિનઅધિકૃત સર્વર ઉપર ટ્રાન્સફર કરી તેનો દુરૂપયોગ કરતી હતી, જે દેશની સુરક્ષા માટે જોખમી હતું. કેન્દ્ર સરકારના આ ર્નિણયને આપડે આવકારવો જોઈએ કારણ કે જયારે ભારતની અખંડિતતા ઉપર ખતરો આવે ત્યારે દેશ ક્યારેય સ્વીકારશે નહિ. આજે આપણે સાયબર સિટીઝન બન્યા છીએ ત્યારે સાયબર ક્રાઈમથી કેવી રીતે આપણે સાવધાન રહેવું જોઈએ આજના ટેક્નોલોજીના યુગમાં આંગળીના ટેરવે બનતા અપરાધ એટલે સાયબર ક્રાઇમ. મોબાઇલ, કોમ્પ્યુટર, ટેબલેટ, લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી કાયદા-કાનુનનો ભંગ કરીને થતી છેતરપીંડીની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે ગુજરાતના જાણીતા સાયબર એક્સપર્ટ જીતેશ ત્રાપસીયા શું કહે છે તે જાણીએ આજકાલ લોકો સોશ્યલ મીડિયાનો ભરપુર ઉપયોગ કરી રહ્યા છે. કોઇ વેપાર માટે તો કોઇ મનોરંજન માટે, કોઇ ગપશપ કરવા માટે તો કોઇ નવા નવા મિત્રો બનાવવા માટે WhatsApp, Facebook, Instagram, Twitter, YouTube જેવી એપ્લીકેશન વડે સતત એકબીજાના સંપર્કમાં રહેતા હોય છે. પરંતુ અહીં પણ તમારી સાથે છેતરપીંડી કરવા માટે ઘણા અસામાજીક સાયબર તત્વો તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. જેમ કે, સોશ્યલ મીડિયા ઉપર અન્ય વ્યક્તિના નામે Fake પ્રોફાઇલ બનાવવી, સોશિયલ મીડિયા ઉપર અન્ય વ્યક્તિના પ્રોફાઇલ પેજ હેક કરવા કે અન્ય કોઇ વ્યકિતના ફોટો કે વિડીયો બિનઅધિકૃત રીતે અપલોડ કરવા, અન્ય કોઇ વ્યકિત વિશે અપશબ્દોનો ઉપયોગ, બિભત્સ ભાષા, સાહિત્ય કે પોર્નોગ્રાફી, સાયબર બુલિંગ, Fake News કે ખોટી અફવા ફેલાવવી, ધર્મ, જાતિ, ભાષા કે પ્રાંતને નિશાન બનાવી અન્યની લાગણીને ઠેસ પહોંચાડવી તેમજ તે પ્રકારની માહિતી, ફોટા કે વિડીયો અપલોડ કરવા, ટેગ અથવા શેર કરવુ પણ ગંભીર ગુનો બને છે. સોશ્યલ મીડિયાથી થતા નુકશાનની સાથે તેના સાચા ઉપયોગ અંગે માર્ગદર્શન મેળવી સાયબર ક્રાઈમનો ભોગ બનતાં અટકાવી શકાય છે. સાયબર એક્સપર્ટ જીતેશ ત્રાપસીયાએ જણાવ્યું કે, ‘થિંક બિફોર યુ ક્લિક, થિંક બિફોર યુ પોસ્ટ, થિંક બિફોર યુ ચેટ સુત્ર સાથે ડિઝિટલ ફૂટપ્રિન્ટના કન્સેપ્ટને સમજવાની જરૂર છે. પોસ્ટ, સ્ટેટસ કે ફોટોગ્રાફ એક વખત સોશ્યલ મીડિયા ઉપર મુક્યા પછી તે હંમેશ માટે રહે છે, માટે તેનો ઉપયોગ ખુબ સમજદારી પૂર્વક તે અંગે ખાસ તકેદારી રાખવી જોઈએ.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!