જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ બાયપાસ ચોકડી ઉપર રાત્રીના ર-૩૦ વાગ્યે ચડી આવેલા મગરનું રેસ્કયું કરી સહી સલામત જગ્યાએ છોડી મુકવામાં આવ્યો હતો. આ અંગે જીવદયાપ્રેમી પી.સી. ભટ્ટે જણાવ્યું હતું કે, રાત્રીના ર-૩૦ વાગ્યે મગર આવી ચડયો હોવાની જાણ થતાં ખેતલા આપા ગૃપના સભ્યો તેમજ હરીઓમભાઈ પંચોલી, શૈલેષભાઈ જાની, રોહિત ઠાકર વગેરે સ્થળે ઉપર દોડી ગયા હતાં. આ અંગેની જાણ કરવામાં આવતા મનપાના ડેપ્યુટી મેયર હિમાંશુભાઈ પંડયા પણ સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા. બાદમાં મગર આવી ચડયાની જાણ કરતા વન વિભાગની રેસ્કયુ ટીમના વી.એ. ગોલતર, ફિરોજભાઈ ખુરેશી, જાેશીલ ભટ્ટ વગેરેએ આવી રેસ્કયુ હાથ ધર્યુ હતું. ભારે જહેમત બાદ મગરને પકડી પાડી પાંજરામાં પુરી સહીસલામત જગ્યાએ છોડી મુકવામાં આવેલ હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews