સીપીએમ કાર્યાલય ખાતે એસએફઆઈનાં કર્મનિષ્ઠ કાર્યકર્તાઓનું સન્માન કરાયું

0

તાજેતરમાં અમદાવાદ થી જૂનાગઢ આવેલા એસએફઆઈ વિદ્યાર્થી સંગઠનનાં કાર્યકર્તાઓનું બટુકભાઈ મકવાણાની ઓફિસે તેમના સંઘર્ષ કાર્યો તેમની સૂઝબુજ અને સેવાભાવને સન્માનિત કરતા શાલ ઓઢાડી પ્રોત્સાહિત કરાયા હતાં. જેમના નેતૃત્વમાં એસએફઆઈને વેગ અને એક નવી દિશા અને ઊંચાઈ મળી એવા નિતીન મોહનનું સન્માન બટુકભાઈ મકવાણા, જીશાન હાલેપોત્રા,વહાબભાઈ કુરેશી, કુંવરજીભાઇ,બદરૂદ્દીન અન્સારી અને રોજીનાબેન દ્વારા કરવામાં આવ્યું. સંગઠનને મજબૂત કરનાર હાર્દિક પટેલનંુ સન્માન રેહાન બાબી દ્વારા કરવામાં આવ્યું હતું અને નારીશક્તિને પ્રકાશિત કરનાર સ્ત્રી અત્યાચાર વિરૂધ્ધ પ્રદર્શન કરનાર સત્યસા લેઉવાનુ સન્માન ઈવનગરના સરપંચ સમજુભાઈ દ્વારા કરવામા આવેલ. એવાજ બીજા છાત્ર કાર્યકર્તા જેમણે સામાજિક અને માનસિક રૂઢિચુસ્તના વિરૂધ્ધ નારીશક્તિને ઉજાગર કરી પૂજાબા સોઢાનું સન્માન મુન્નાબાપુ કાદરી દ્વારા કરવામા આવ્યું હતું. છાત્ર સંગઠનની સજ્જનતા તેમજ તટસ્થ,કર્મનિષ્ઠ કામગીરી પ્રેરણાસ્ત્રોત રહેશે તેમ એક યાદીમાં જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!