ગુજરાતમાં GSTમાં વેપારીઓને બિલ ફંફોળવામાં મળી મુુક્તિ

0

વેપારીઓએ જીએસટીમાં આઈટીસી મેળવવા માટે પહેલા બિલની ફાઈલ ઉથલાવવી પડતી હતી. અથવા તો જો વધારે આઈટીસી લીધી હોય તો વિભાગ દ્વારા નોટિસ મોકલીને વ્યાજ સાથેની રકમ ભરવી પડતી હતી. આ સમસ્યામાંથી વેપારીઓને કાયમી ધોરણે છુટકારો મળી રહે તે માટે જીએસટીની વેબસાઈટ ઉપર જીએસટીઆર-રબીની નવી સુવિધા શરૂ કરવામાં આવી છે. તેમાં વેપારીઓ કેટલા રૂપિયાની આઈટીસી લેવાની છે. તેની ઓનલાઈન જ જાણકારી મળી રહેશે. વેપારીઓએ કોઈની પણ પાસેથી માલની ખરીદી કર્યા બાદ તેના દ્વારા ભરવામાં આવતા જીએસટી સામેવાળા વેપારી દ્વારા આઈટીસી રૂપે રકમ કલેઈમ કરવામાં આવતી હોય છે. અત્યાર સુધી તે રકમ ઓનલાઈન જોઈ શકાતી નહોતી. તેના કારણે કેટલીક વખત વેપારીઓએ વધુ રકમની આઈટીસી બાદ લેતા હતા. વધુ રકમની આઈટીસી બાદ લેવાના લીધે વેપારીઓને નોટિસ ફટકારીને રકમ ઉપરાંત ૧૮ ટકા વ્યાજ પણ ચૂકવવાની નોબત ઉભી થતી હતી. આ સમસ્યાનો કાયમી ધોરણે છુટકારો થાય તે માટે જીએસટી વિભાગ દ્વારા વેબસાઈટ ઉપર જીએસટીઆર-રબીની સુવિધા કાર્યરત કરવામાં આવી છે. જો કે આ સુવિધા હાલ પ્રાયોગિક ધોરણે શરૂ કરાઈ છે. જયારે તબક્કાવાર તેનો કાયમી ધોરણે અમલ કરવામાં આવે તેવી શકયતા જાણકારોએ વ્યકત કરી છે. આ સુવિધા શરૂ થવાને કારણે વેપારીએ કેટલાક રૂપિયાની આઈટીસી (ઈનપુટ ટેકસ ક્રેડિટ) લેવાની છે તેની જાણકારી વેપારી જીએસટી નંબર નાંખતાની સાથે જ જીએસટીઆર-રબી ઉપર જોવા મળશે. જેથી વેપારી સરળતાથી આઈટીસી કલેઈમ કરી શકશે અને નોટિસ પણ મળશે નહીં.
૧૨ તારીખ પછીની ITC લીધી તો નોટિસ
વેપારીએ જે પણ માલની ખરીદી કરી હશે તેના આધારે સામેવાળા વેપારીએ ૧૨ તારીખ પહેલા જીએસટીની રકમ ભરપાઈ કરી હશે તે જીએસટીઆર-રબીમાં દેખાશે. આ ઉપરાંત વેપારીએ જ આઈટીસી કલેઈમ કરવાની નહીં હોય તે પણ વેપારીને દેખાશે પરંતુ ૧૨ તારીખ પહેલા વેપારીએ જીએસટી ભરપાઈ કરી હશે તે જ રકમની આઈટીસી સામેવાળા વેપારી કલેઈમ કરી શકશે. ત્યારે પછીની તારીખની આઈટીસી કલેઈમ કરવામાં આવી હશે તો વેપારીને નોટિસ મળવાની પણ શકયતા રહેલી છે.
વેપારીઓને ITCના જાણકારી સરળતાથી મળશે
જીએસટીઆર-રબીની સુુવિધા શરૂ થવાના લીધે વેપારીઓએ હવે આઈટીસીની ગણતરી કરવા માટે બિલ જોવા નહીં પડે તથા ઓનલાઈન જ તમામ વિગતો સરળતાથી મળી રહેવાના લીધે વેપારીઓને ઘણી રાહત આ ર્નિણયને કારણે થવાની છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!