દ્વારકાની સિવીલ હોસ્પિટલમાં કોરોના પોઝીટીવ દર્દીને વધુ સારવાર માટે ખંભાળિયા જવા માટે રીફર કરવાનું સૂચન કરતા દ્વારકા જીલ્લા કલેકટરનાં જાહેરનામા અનુસાર દ્વારકા તાલુકાને નિયુકત કરેલ એમ્બ્યુલન્સ હોસ્પિટલે આવેલ ત્યારે કોરોના પોઝીટીવ દર્દીનાં કુટુંબે ખંભાળિયા જવા માટે જણાવેલા પરંતુ ખંભાળિયા પહોંચતા પહેલા જ દર્દીને વેન્ટીલેટરની જરૂર છે તેનો ચાર્જ અલગથી થશે તેવું એમ્બ્યુલન્સમાં દર્દી સાથે રહેલા નર્સીંગ સ્ટાફનાં વ્યકિતએ જણાવેલ હતું. બાદમાં ખંભાળિયા પહોંચતા જ દર્દીને વેન્ટીલેટર લાગેલું જાેઈને અને એમ્બયુલન્સનાં માલીકની સાંઠગાંઠ હોય ત્યાંનાં ડોકટરોએ પેસન્ટને જામનગર રીફર કરવા જણાવેલ હતું. ત્યારે એમ્બ્યુલન્સનાં માલીકે ખંભાળિયાથી જામનગર જવા માટેનું એમ્બ્યુલન્સનું ભાડું દસ હજાર રૂપિયા થશે અને હમણા જ રકમની સગવડ કરો ત્યારબાદ જ ખંભાળિયાથી એમ્બ્યુલન્સ સ્ટાર્ટ થશે તેવું એમ્બ્યુલન્સનાં માલીકે જણાવેલ હતું. જેથી દર્દીનાં કુટુંબએ મજબુર અને લાચારવશ થઈને ગુગલ પે મારફતે ઓનલાઈન દસ હજાર રૂપિયા એમ્બ્યુલન્સનાં માલીકનાં ખાતામાં જમા કરાવેલ હતા. બાદમાં દર્દીનાં કુટુંબીને જાણવા મળેલ કે ડીઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત દેવભૂમિ જીલ્લા કલેકટર દ્વારા કોરોનાનાં દર્દીઓને રીફર કરવા માટેનો ચાર્જ એમ્બ્યુલન્સનાં માલીકો દ્વારા વસુલવાનો રહેતો નથી તેવું હુકમમાં જણાવેલ છે. તે વાતની જાણ થતા દર્દીનાં સગા પુનીત અનીલભાઈ વાયડાને દ્વારકા જીલ્લા કલેકટર, આરોગ્ય સચિવ સહિત સંબંધિત વિભાગને લેખીત રજૂઆત કરી કલેકટરનાં હુકમ વિરૂધ્ધ એમ્બ્યુલન્સનો વધારાનો ચાર્જ વસુલ કરેલ છે તે સબબ એમ્બ્યુલન્સનાં માલીક સામે થતી કાયદેસરની તમામ કાર્યવાહી કરવા તથા અરજદાર પાસેથી વસુલ કરેલ દસ હજારની રકમ પરત અપાવવા હુકમ કરવા અરજ કરેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews