જૂનાગઢ : સ્વર્ગસ્થ કોરોના વોરિયર્સનાં આત્માની શાંતિ માટે પ્રાર્થના

ગુજરાત રાજ્ય વડોદરા શહેરના એમ.ટી. શાખા ખાતે ફરજ બજાવતા હે.કો. ગોવિંદભાઈ ઈશ્વરભાઈનું કોવિડ-૧૯ સંક્રમણના કારણે તા. ૩૧.૮.૨૦૨૦ના રોજ સારવાર દરમ્યાન દુઃખદ અવસાન થયેલ હતું. જેથી, સ્વર્ગસ્થ કોરોના વોરિયર્સના આત્માની શાંતિ મળે તે હેતુસર ગુજરાત રાજ્યના તમામ પોલીસ અધિકારી કર્મચારીઓ, તેઓ જે સ્થળે હોય, તે સ્થળે બે મિનિટ મૌન પાળવાના ભાગરૂપે જૂનાગઢ ડીવાયએસપી કચેરી ખાતે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, રીડર પીએસઆઇ આર.કે. સાનિયા, ટ્રાફિક પીએસઆઈ એ.બી. દેસાઈ, એએસઆઇ સંજયભાઈ ગઢવી, હે.કો કમલેશભાઈ, મયુરભાઈ, દેવેન્દ્રસિંહ, ટ્રાફિક બ્રાન્ચના હે.કો. ઝવેરગીરી, અશોકભાઈ, કમાન્ડો સિધ્ધરાજસિંહ, સહિતના અધિકારીઓ તથા ડિવિઝનના તમામ સ્ટાફ તેમજ ટ્રાફિક શાખાના સ્ટાફ તથા ટીઆરપી જવાનો સાથે બે મિનિટ મૌન પાડી, સદગતના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી તેમજ દેશમાં કોવિડ-૧૯ કોરોના વાયરસનું સંક્રમણ અટકે તે માટે પણ ઈશ્વરને પ્રાર્થના કરવામાં આવેલ હતી. ઉપરાંત, તમામ અધિકારીઓ તથા સ્ટાફને કોરોના સામેની લડાઈ લાંબી ચાલે તેમ હોય, પોતાની ફરજ દરમ્યાન પૂરતી તકેદારી રાખવા પણ જાણ કરવામાં આવેલ હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!