માંગરોળ તાલુકાનાં આરેણા ગામે પરિણીત યુવતી ઉપર બળાત્કાર, જાનથી મારી નાંખવાની ધમકી આપી

0

માંગરોળ તાલુકાના આરેણા ગામે પરિણીત યુવતી ઉપર બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાઈ છે. આરેણા ગામનાં કાંતી રાજા મકવાણા વિરૂધ્ધ નોંધાયેલી ફરીયાદમાં જણાવેલ છે કે ભોગ બનનાર યુવતી બાથરૂમમાં હતી ત્યારે ત્યાં સંતાયેલ આરોપીએ આ યુવતીને બળજબરીથી અંદર ખેંચી મોઢે ડુચો દઈ તેની મરજી વિરૂધ્ધ બળાત્કાર ગુજારી તેમજ આ અંગેની જાણ કોઈને કરીશ તો તારા પિતા અને દિયર તેમજ સંતાનોને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવીછે. આ બનાવ અંગે પોલીસે આરોપી વિરૂધ્ધ બળાત્કાર સહિતની કલમ અંતર્ગત ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ માંગરોળ મરીન પોલીસ ચલાવી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!