ગીર સોમનાથ જીલ્લામાં ચાલુ વર્ષે પડેલ ભારે વરસાદથી ખેડુતોના મગફળી, શાકભાજી સહિતના લાખથી વધુ હેકટરના પાકોને થયેલ નુકશાનનુ “મુખ્યમંત્રી કિશાન સહાય યોજના અંતર્ગત સત્વરે વળતર ચુકવવા મુખ્યમંત્રી કિશાન સહાય યોજનાની ગાડલાઈનમાં જરૂરી ફેરફાર કરવા અને ગુજરાત કૃષિ યુનિવર્સિટીનું ખાનગીકરણ રોકવા બાબત સહિતના મુદે ખેડુત એકતા મંચના આગેવાનોએ પ્રાંત અધિકારીને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી માંગણી કરેલ છે.
ગઈકાલે ગીર સોમનાથ જીલ્લા ખેડુત એકતા મંચના પ્રમુખ રમેશભાઇ બારડ, કાળાભાઇ બારડ, કરશનભાઇ સોલંકી, અરજનભાઇ બારડ, સરમણભાઇ સોલંકી, રામભાઇ સભાડ, ગનીભાઇ સુમરા સહિતના ખેડુતોએ પાઠવેલ આવેદનપત્રમાં જણાવેલ કે, ગીર સોમનાથ જીલ્લામાં છેલ્લા એક માસથી સતત પડેલા ભારે વરસાદના કારણે તથા ગીર જંગલમાં પડેલ ભારે વરસાદનું પાણી નદી-નાળા મારફતે જીલ્લાના ખેતરોમાં ફરી વળેલ છે. જેથી જીલ્લામાં ખેતરો વરસાદી પાણી ભરાવવાના લીધે તળાવ બની ગયા હોવાના દ્રશ્યો જોવા મળે છે. જેના કારણે ગીર સોમનાથ જીલ્લામાં ખેતીની જમીનોનું મોટાપાયે ધોવાણ થયેલ હોવાથી વાવણી કરાયેલ પાકોને ભારે નુકશાન થયુ છે. ગીર સોમનાથ જીલ્લામાં મગફળી, કઠોળ અને શાકભાજીના પાકોમાં વરસાદી પાણી ભરાવવાથી નિષ્ફળ ગયા છે. જેથી ખેડુતો બધી રીતે મુશ્કેલીમાં મુકાયાની સ્થિતિ ઉદભવી છે ત્યારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત સત્વરે ખેડુતોને વળતર આપવા માંગણી કરી છે.
વધુમાં ચાલુ વર્ષે પાક વીમા કંપનીઓ ન હોવાથી સરકારે જાહેર કરેલી મુખ્યમંત્રી કિશાન સહાય યોજનાની ગાઇડલાઇનમાં અતિવૃષ્ટિ માટેની કરેલ આ ૪૮ કલાકમાં ૨૫ ઇંચ વરસાદની જોગવાઇ ઉપર ફેરવિચાર કરવામાં આવે અને સતત વરસતા વરસાદથી પાકોને મોટાપ્રમાણમાં નુકશાન થાય છે તે ચાલુ વર્ષે એક માસથી સતત પડેલ ભારે વરસાદથી જોઇ શકીએ છીએ. જેથી યોજનાની જોગવાઇમાં ફેરકાર કરી સત્વરે સર્વે કરાવી વ્હેલીતકે ખેડુતોને નુકશાનીનું વળતર ચુકવવા કાર્યવાહી કરવા માંગણી કરી છે.
ગુજરાત કૃષી યુનીવર્સીટીમાં રાજયના ગરીબે ખેડુત પુત્રો નજીવી ફી ભરીને સારૂ શિક્ષણ મેળવે છે. જેથી રોજગારીની સારી તકો મળે છે. જો ખાનગી સંસ્થાઓને કૃષી યુનીવર્સીટી શરૂ કરવાની મંજુરી મળતી થશે તો મેનેજમેન્ટ, એન્જીનયરીંગની જેમ કૃષી યુનીવર્સીટીમાંથી મોટી સંખ્યામાં ડીગ્રીધારીઓ બહાર આવશે. કૃષીના શિક્ષણનું સ્તર નીચે જવાની સાથે એક પ્રકારનો વેપાર થઇ જશે. સરકારની ખેડુતોની આવક ડબલ કરવાની યોજના સાકાર થશે નહીં જેથી કૃષી યુનીવર્સીટીને ખાનગી કરવાનો ર્નિણય રદ કરવા માંગણી કરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews