ગીર સોમનાથ જીલ્લામાં વધેલા કોરોનાના કહેર વચ્ચે વહીવટી તંત્રે અત્યાર સુધીમાં કરેલ કામગીરી સાથે આગામી દિવસોમાં કોરોના મહામારીને કંટ્રોલ કરવા માટે જરૂરી કામગીરી અંગે માર્ગદર્શન આપવા ગાંધીનગરથી ખાસ મુકાયેલા લાયઝન અધિકારી દિનેશ પટેલ આવ્યા હતા. તેમને ગીર સોમનાથ જીલ્લાના અધિકારીઓ સાથે સેવા સદન ખાતે કોવીડ-૧૯ અન્વયે રિવ્યુ બેઠક યોજી હતી. જેમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ પાસેથી ગીર સોમનાથ જીલ્લાની કોવીડ અંગેની વિગતો મેળવ્યા બાદ જણાવેલ કે, ધનવંતરી આરોગ્ય રથ અને આર.બી.એસ.કે.ની ટીમ દ્વારા કોરોના વાયરસના પોઝીટીવ આવેલ વિસ્તાર, હોટસ્પોટ વિસ્તારમાં વધુ માત્રામાં લોકોનું સ્થળાંતર હોય તેવા અને સ્લમ વિસ્તાર સુધી પહોંચી નાના બાળકો, બી.પી, ડાયાબીટીસ, કેન્સર, એચ.આઈ.વી, ફેફસ્સાની બિમારી અને શંકાસ્પદ દર્દીઓની સમયસર તપાસણી કરવામાં આવે અને કોરોના ટેસ્ટનો ભય નિવારવા લોકોને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવાની કામગીરી કરવા જણાવેલ હતું. ગીર સોમનાથ જીલ્લામાં કોરોના વાયરસના એક્ટીવ દર્દીઓ, ડિસ્ચાર્જ દર્દીઓ અને મુત્યું પામેલા દર્દીઓની વિગત ગાંધીનગર ઉચ્ચકક્ષાએ અને જીલ્લાકક્ષાએ કોઈપણ પ્રકારની વિસંગતતા વગરની સચોટ આંકડાકીય માહિતી મોકલી દેવા જણાવેલ હતું. જીલ્લામા કન્ટેમેન્ટ ઝોનમાં સો ટકા લોકોનું સ્ક્રેનીંગ કરવા અને વધુ લોકો સંક્રમિત ન થાય તે માટે સમયસર જરૂરી પગલા લેવા તાકીદ કરી હતી.
આ બેઠકમાં ગીર સોમનાથ જીલ્લા કલેકટર અજય પ્રકાશ, ડીડીઓ ધર્મેન્દ્રસિંહ રહેવર, અધિક કલેકટર ડો.બી.એસ. પ્રજાપતિ, પ્રાંત અધિકારી એસ.એચ. જણકાંટ, ભાવનાબા ઝાલા તેમજ હેલ્થ ઓફીસરો હાજર રહયા હતા. ત્યારબાદ જીલ્લા કોવિડ-૧૯ના લાયઝન અધિકારી દિનેશ પટેલે વેરાવળની હરસીધ્ધી સોસાયટી, મહિલા કોલેજ વિસ્તાર, બેન્ક કોલોની અને પ્રભાસ-પાટણના હાડીવાસ વિસ્તાર તેમજ લખાતવાડી સહિતના જુદા-જુદા વિસ્તારમાં લોકોની આરોગ્યની તપાસણી કરતા ધનવતંરી રથની કામગીરીનું રૂબરૂ નિરીક્ષણ કરવા મુલાકાત લીધી હતી.
અત્રે નોંધનીય છે કે, કોવીડ-૧૯ અધિકારીએ ફકત અધિકારીઓ પાસેથી કામગીરીની માહિતી મેળવી હતી. જયારે આ બાબતે સ્થાનીક પત્રકારોને માહિતી મળેલ ન હોવાથી જીલ્લામાં કોવીડ-૧૯ને લઇ લોકોની સાચી ફરીયાદ તેમના સુધી પહોંચી ન હોવાનો લોકોમાં ગણગણાટ શરૂ થયો છે. કારણ કે ગીર સોમનાથ જીલ્લાની કોવીડ હોસ્પીટલોથી લઇ આરોગ્ય વિભાગની કામગીરી અંગે લોકોમાં વ્યાપક ફરીયાદો હોય જેનું ખરેખર નિરાકરણ અધિકારીઓ કરશે કે પછી આવી લીપાપોતી જ કરશે તેવો લોકો સવાલ ઉઠાવી રહયા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews