ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષનાં નેતા પરેશભાઈ ધાનાણી આજે જૂનાગઢ અને ગીર સોમનાથ જીલ્લાની મુલાકાતે આવ્યા છે. ભારે વરસાદને કારણે ખેતીનાં પાકોને ભારે નુકશાન થયું છે ત્યારે પાક નિષ્ફળ ગયો છે આવા સંજાેગોમાં રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોને સહાય કરે તેવી માંગણી કરી હતી.
આ વખતે ચોમાસાના પ્રારંભથી જ મેઘરાજાએ મહેર શરૂ કરી હતી પરંતુ વાવણી બાદ વધુ પડતા એકધારા વરસાદથી પાકને નુકસાન થયુ છે અને ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે ત્યારે વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશનભાઇ ધાનાણી અને કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકરો આજે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવ્યા છે. આ અંગે વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશભાઇ ધાનાણીએ જણાવ્યું હતું કે, ઓણસાલ શરૂઆતમાં માંગ્યા મેઘ વરસ્યા હતા પરંતુ ત્યારબાદ અવિરત મેઘમહેર શરૂ થતા ખેડૂતોને ભારે મુશ્કેલી પડી છે અને કેટલાય દિવસો સુધી સૂર્યનારાયણે દર્શન દીધા ન હતા. જેના કારણે કપાસ – મગફળી સહિતના પાકને ભારે નુકસાન થયું છે. પરેશાનભાઇ ધાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે, જૂનાગઢ અને ગીર સોમનાથ, ઘેડ પંથકમાં ૧૪૦ ટકાથી પણ વધુ વરસાદ વરસ્યો છે અને વાડી – ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલ હોવાથી ખેતીકાર્યમાં મુશ્કેલી પડી રહી છે અને મગફળી તથા કપાસના પાક માટે ખેડૂતોએ કરેલી મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે. પરેશભાઇ ધાનાણીએ વધુમાં જણાવ્યંુ હતું કે, ચોમાસાના પ્રારંભે સારા વરસાદથી વિઘે બબ્બે ખાંડી મગફળીનો પાક ઉતરે તેવી આશા હતી પરંતુ વરસાદે તે આશા ઉપર પાણી ફેરવી દીધું છે. પૂરગ્રસ્ત ખેડૂતોને હવે કેન્દ્ર અને રાજ્યની સરકાર ઉપર આશા છે અને ખેડૂતોના હિતમાં યોગ્ય સહાય કરે તેવી માંગણી અમે સરકાર સમક્ષ પહોંચાડીશું તેમ અંતમાં પરેશભાઇ ધાનાણીએ જણાવ્યું હતું. આજના આ પ્રવાસ કાર્યક્રમ દરમ્યાન જૂનાગઢ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ પોંકીયા, વી.ટી. સીડા, પુંજાભાઈ વંશ તેમજ કોંગ્રેસ પક્ષનાં પદાધિકારીઓ-કાર્યકરો ઉપસ્થિત રહયા હતાં.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews