જૂનાગઢમાં સોડાના પૈસા માંગતા છરી વડે જીવલેણ હુમલો, લૂંટ સહિતની ફરિયાદ


જૂનાગઢમાં સરદારબાગ પાછળ ઘાંચીપટ વિસ્તારમાં બનેવા એક બનાવમાં પાન-બીડીની એક દુકાને સોડાના પૈસા માંગતા છરી વડે હુમલાનો બનાવ બનવા પામેલ છે. અને રૂા.૧પ૦૦ની લુંટ ચલાવી આરોપી નાસી છુટયાની પોલીસ ફરિયાદને પગલે સી-ડીવીઝન પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગતો અનુસાર સરદારબાગ પાછળ ઘાંચીપટ્ટ સોસાયટી મેમણ કોલોની સામે રહેતા મોઈન મુસ્તાક કચરા ઉ.વ.રર ધંધો પાનની દુકાનવાળાએ આ કામનાં આરોપી શબીરભાઈ ઉર્ફે ગભરૂ સુલેમાન હાલા રહે.ઘાંચીપટ મેમણ કોલોની જૂનાગઢ વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આરોપી ફરીયાદીની દુકાને પાન-માવો- સોડા ઉધારીમાં લેતો હોય અને ગઈકાલે સોડા માંગતા ફરીયાદીએ તેના પૈસા માંગતા આરોપીએ કહેલ કે મારી પાસે પૈસા કેમ મંગાય તેમ કહી છરી કાઢી ફરીયાદીને ડાબા હાથે બે જગ્યાએ તથા ડાબા ખંભાના ઉપરના ભાગે છરીના ઘા મારી સાહેદ મુસ્તાકભાઈ વચ્ચે પડતા તેને હાથમાં આંગળા ઉપર છરી મારી ઈજા પહોંચાડી હતી. ઘવાયેલા ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવેલ છે. આરોપીએ ફરીયાદીને જાનથી મારી નાંખવાની ધમકીઆપી દુકાનના ગલ્લામાંથી રોકડા રૂપીયા ૧પ૦૦ની લુંટ કરી હોવાનું ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરૂધ્ધ કલમ ૩૯૪, પ૦૬(ર), જીપીએકટ ૧૩પ મુજબ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ સી-ડીવીજન પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.એસ. ડાંગર ચલાવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!