જૂનાગઢમાં લીકર પરમીટ મેળવવા ખોટા ઈન્કમટેકસ રીટર્નનો ખરા તરીકે ઉપયોગ : નોટરી સહિત બે સામે ફરિયાદ

0

નશાબંધી અને આબકારી વિભાગનાં અધિક્ષક બલભદ્રસિંહ પ્રવિણસિંહ ચાવડા ઉ.વ.ર૯એ આ કામના આરોપી અનિલકુમાર હરીશકુમાર બજાજ ઉ.વ.૪૪ રહે.બજાજ ભવન સોરઠીયા સ્ટ્રીટ ઘી કાંટા રોડ કોડીનાર તથા જૂનાગઢનાં નોટરી એન.આર.ઠાકર વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામના આરોપી નં.૧નાએ પોતાની લીકર પરમીટ મેળવવા સારૂ અરજી કરેલ જેમાં કોઈપણ રીતે વર્ષ ર૦૧૬-૧૭ તથા ર૦૧૭-૧૮ના ઈન્કમટેક્ષ રીટર્ન ખોટા બનાવી. જે બંને વર્ષના ઈન્કમટેક્ષ રીટર્ન ખોટા હોવા છતા આરોપી નં.(ર) નાઓએ ટુ કોપી કરી આપી ખોટી રીતે લીકર પરમીટ મેળવવા પુર્વ આયોજીત કાવતરૂ રચી ખોટા ઈન્કમટેક્ષ રીટર્નનો ખરા તરીકે ઉપયોગ કરી ગુન્હો કર્યા બાબતની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!