કોંગ્રેસ મંત્રી મનોજ રાઠોડે પોતાના જન્મદિવસ નિમિત્તે રકતદાન કર્યું

જન્મદિવસની ખુશીનો પ્રસંગ હોય છે અને જન્મ દિવસના દિવસે પરિવાર સાથે મિત્રો સાથે ઉજવણી કરવાનો દરેક વ્યક્તિનો સ્વપ્નનો હોય છે જો કે વર્ષોથી પોતાના જન્મદિવસ અને અન્ય શુભ પ્રસંગોએ લોક ઉપયોગી કાર્યો માટે પ્રદેશ કોંગ્રેસના મંત્રી અને ખેડૂત પુત્ર મનોજભાઈ રાઠોડ પ્રયત્નશીલ રહ્યા છે. મનોજભાઇ રાઠોડનો જન્મદિવસ છે તેઓએ પોતાના પરિવારની સાથે થેલેસેમિયા પીડિત બાળકો અને સગર્ભા બહેનોને પણ પોતાનો પરિવારમાનીને રેડક્રોસ ખાતે રક્તદાન કરીને પોતાના જન્મદિવસની ઉજવણી કરી સેવા કાર્ય કર્યું હતું અને લોકોને પણ અપીલ કરી છે કે હાલના કોરોનાના સમયમાં થેલેસેમિયા પીડિત બાળકો માટે સતત લોહીની જરૂર હોય છે માટે રક્તદાન કરવું જરૂરી છે મનોજભાઈના આ સેવાકીય કાર્ય અને પરિવારના સદસ્યોને મિત્રોએ આવકાર્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!