“મુકામ શાળા” માધ્યમથી દરેક શાળાની મુલાકાત લઇ તેના પ્રશ્નો ઉકેલીશ : ડીઇઓ આર.એચ. ઉપાધ્યાય

 

જૂનાગઢ જિલ્લામાં નવનિયુક્ત ડીઇઓનું ખાનગી શાળા સંચાલક મંડળના સદસ્યોએ અભિવાદન કર્યું હતું. પ્રત્યુત્તરમાં જિલ્લાની કોઈપણ શાળાના નાનામાં નાના પ્રશ્નો માટે ‘મુકામ ‘ શાળાના માધ્યમથી પોતે જાત મુલાકાત લઇ સ્થળ ઉપર પ્રશ્ન હલ કરવા પ્રયત્નશીલ રહેશે. જૂનાગઢ જિલ્લા ખાનગી શાળા સંચાલક મંડળના પ્રમુખ જી.પી. કાઠીના વડપણ હેઠળ જૂનાગઢના જિલ્લા શિક્ષણઅધિકારી તરીકે નિયુક્ત થયેલા આર.એચ. ઉપાધ્યાયનું અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે ડીઇઓ આર.એચ.ઉપાધ્યાયે શિક્ષણનું સ્તર વધુ સારૂ બનાવવા એક વિચારબીજ રજૂ કર્યું હતું, જેમાં જિલ્લાની પાંચસોથી વધુ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ર‘મુકામ શાળા’ માધ્યમથી દરેક શાળાઓની વ્યક્તિગત મુલાકાત લઇ તેના દરેક પ્રશ્નોનું શાળા ખાતે જ નિરાકરણ લાવીએ તેવા પ્રયત્નો હોવાનું અનુરોધ કરી શાળાના ધરોહર એવા સંચાલકોનો સહયોગ માગ્યો હતો. ખાનગીશાળાનું સંચાલન કરતા શિક્ષણશાસ્ત્રી પ્રદિપભાઈ ખીમાણી, અમુભાઈ પાનસુરીયા, કે.ડી. પંડ્યા, શ્રી જાવિયા , આશિષભાઈ અને ચેતન શાહે પણ વળતા પ્રતિસાદમાં જિલ્લાશિક્ષણ કચેરી, શાળા અને વાલીઓનો સેતુ સંયમપૂર્વક જળવાઈ રહેશે તેવી ખાતરી આપી હતી. જૂનાગઢ જિલ્લાના શિક્ષણ અધિકારી તરીકે ચાર્જ સંભાળતા આર.એચ. ઉપાધ્યાયે વર્તમાન સમયમાં શિક્ષક, શિક્ષણ અને કેળવણીમાં ઘણા ફેરફાર જરૂરી હોવાનો એકરાર કરી આગામી દિવસોમાં જૂનાગઢ જિલ્લાની તમામ માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં હકારાત્મક અભિગમથી શિક્ષણનું સ્તર જળવાઈ રહે તેવા પ્રયાસો શરૂ કરવા માસ્ટર પ્લાન ઘડી કાઢયો છે. શાળાનું નિયમિત ઇસ્પેક્શન, તાલુકા કક્ષાએ સંચાલકો આચાર્ય અને વહીવટી સ્ટાફ સાથે પગાર ગ્રાન્ટ અને પરીક્ષા આયોજન બાબતે મહત્વના ર્નિણયો લઈ શિક્ષણની ગરિમા જળવાય તેવા હમેસા પ્રયાસો જરૂરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આર.એચ. ઉપાધ્યાયે ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે સૌપ્રથમ વખત જિલ્લાના વડા તરીકે પ્રશંસનીય કાર્ય કર્યા બાદ તેમણે રાજકોટમાં પણ ડીઇઓ તરીકે પરીક્ષા અને ફી નિર્ધારણ કમિટિના સભ્ય તરીકે સુંદર કામગીરી કરી છે. આવનારા દિવસોમાં જુનાગઢની માધ્યમિક શાળાઓ પણ નિયમિત રીતે કાર્યાન્વીત થશે તેવું જોવા મળે છે .

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!