શ્રાધ્ધ બાબતે જાણવા જેવું

0

શ્રાધ્ધ કરવા માંગતા હોય તેમણે કેટલીક બાબતોની ધ્યાન રાખવી જાેઈએ. જેથી કરીને શ્રાધ્ધ કર્મ વધુ સારી રીતે થઈ શકે અને તેના ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય. પિંડદાન કે શ્રાધ્ધ કર્મ કરતી વખતે સફેદ અથવા પીળા વસ્ત્ર ધારણ કરવાનો નિર્દેશ છે. જેમાં ધોતીયું અને ઉપરનાં અંગ ઉપર ઉપવસ્ત્ર ધારણ કરવું જાેઈએ. શ્રાધ્ધાદિક કર્મ શ્રધ્ધા અને પિતૃભકિત સાથે કરવું જાેઈએ. જે વ્યકિત શ્રધ્ધાપૂર્વક કર્મ પરીપૂર્ણ કરે છે તેમની સર્વ મનોકામના પૂર્ણ થાય છે. પરીવારમાં પરસ્પર પ્રિતિ (સ્નેહ) રહે છે. લક્ષ્મીજી વૃધ્ધિ થાય છે. આયુષ્ય, આરોગ્ય, ધન, લક્ષ્મી, યશ, પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે.
ગરૂડ પુરાણમાં અપાયેલ નિર્દેશ મુજબ ભૌતિક શરીર ર૭ તત્વોનાં સંધાનથી બને છે. સ્થૂળ પંચ મહાભૂતો અને સ્થૂળ કેન્દ્રીયોને છોડીને જયારે જયારે જીવ શરીર છોડી જાય છે ત્યારે ૧૭ તત્વોથી બનેલ સુક્ષ્મ શરીર વિદ્યમાન રહે છે. આ સુક્ષ્મ શરીર દ્વારા જીવ પિતૃલોકમાં જાય છે. મોહવશ તે શ્રાધ્ધના સમયે પોતાનાં સ્વજનો પાસે આવે છે. જીવાત્મા જયારે સ્થૂળ દેહ છોડી સુક્ષ્મ શરીર ધારણ કરે છે તેને મૃત્યું કહેવામાં આવે છે. ગરૂડ પુરાણ અનુસાર શ્રાધ્ધાદિક ક્રિયા, શ્રાધ્ધમાં કરાવાયેલ ભોજન, શ્રાધ્ધમાં અપાયેલ દાન જેમ સમુદ્ર જળમાંથી વાયુ સ્વરૂપે વાદળ બને છે તેમ જેને ઉદેશીને શ્રાધ્ધ કરાય તેને તે સુક્ષ્મ સ્વરૂપે પ્રાપ્ત થાય છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!