ખંભાળીયા : ભાટવડીયાનો શખ્સ જામગરી બંદૂક સાથે ઝડપાયો

0

કલ્યાણપુર પંથકમાં જિલ્લા એસ.ઓ.જી. દ્વારા હાથ ધરેલા પેટ્રોલિંગ દરમ્યાન સ્ટાફના એએસઆઈ મહમદભાઈ બ્લોચ તથા હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીને આધારે જામ કલ્યાણપુર તાલુકાના ભાટવડીયા ગામે રહેતા હેમંત જીવણભાઈ ખેંગારભાઈ જાડેજા નામના ૩૫ વર્ષના હિન્દુ ડફેર શખ્સને પાસ પરવાના વગરની રૂા.૧,૫૦૦ ની કિંમતની જામગરી બંદૂક સાથે ઝડપી લઈ આર્મ્સ એક્ટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી. આ સમગ્ર કાર્યવાહી જિલ્લા પોલીસ વડા સુનિલ જોષીની સુચના મુજબ એસઓ. પીઆઈ જે.એમ. પટેલના માર્ગદર્શન મુજબ એસઓજી સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!