દ્વારકા નજીક ટુંપણી ગામે ઈંગ્લીશ દારૂની ૧૩ર બોટલનો જથ્થો પકડાયો

દ્વારકા તાલુકાના ટુંપણી ગામે ઈંગ્લીશ દારૂની ૧૩ર બોટલ સાથે દ્વારકા પોલીસે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતાં. જાણવા મળતી વિગતો મુજબ દ્વારકા નજીક ટુંપણી ગામે દ્વારકા પોલીસની ટીમ નાઈટ પેટ્રોલીંગમાં હતી ત્યારે પીએસઆઈ ઝાલા તથા સ્ટાફને મળેલી બાતમીના આધારે વોચ રાખતા ટુંપણી ગામમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા પિયુષ વીરાભાઈ સુવા, દેસુર, કાળુભાઈ માડમ, હમીર દેસુરભાઈ જાેગલ રે.ત્રણેય ટુંપણી તથા ફરાર – જગદીશ ઉર્ફે જગુ આંબલીયા રહે.જામનગરવાળા પૈકી આરોપી નં.૧ થી ૩ પાસેથી ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂની ૧૩ર બોટલ જેની કિંમત આશરે રૂા.૪૦,૦૦૦/- તથા ત્રણ મોબાઈલ તેમજ બોલેરો કાર નં.જીજે-૦૩-એઝેડ ૩ર૬પને દારૂની હેરફેરમાં ઉપયોગમાં લીધેલ હોય જે કબ્જે કરી કુલ રૂા.પ,૪પ,૦૦૦ના મુદામાલ સાથે ઝડપી લીધેલ અને આરોપીની અટક કરી રીમાન્ડની કાર્યવાહી હાથ ધરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!