સરકારના કર્મચારીઓને માર્ચ સુધી મોંઘવારી ભથ્થું નહીં ચૂકવવા નિર્ણય

0

રાજયમાં કોરોનાની મહામારીની વર્તમાન પરિસ્થિતિ સરકારની તિજાેરી ઉપર ખાસ્સી એવી અસર થઈ છે. તેને લઈને સરકાર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. અગાઉ કરકસર અંગેના કેટલાક નિર્ણય લેવાયા બાદ હવે સરકારે સરકારી કર્મચારીઓને ચાલું નાણાંકીય વર્ષના અંત સુધી એટલે કે આ વર્ષ સુધી મોંઘવારી ભથ્થું નહી આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે અગાઉ કરેલા ઠરાવ પ્રમાણે ૧ જુલાઈ ૨૦૨૦થી એક વર્ષ માટે વયનિવૃતિ બાદ કરાર આધારિ નિમણૂક પામેલા અને પામતા અધિકારીકર્મચારીઓના પગારમાં ૩૦ ટકા પગારકાપ થશે. તે બાદ હવે આ ઉપરાંત ગુજરાત સરકાર, પંચાયત સેવાના કર્મચારી, અધિકારીઓને ૧ જાન્યુઆરી ૨૦૨૦થી ચૂકવવાપાત્ર થતું મોંઘવારી ભથ્થું ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી ન ચૂકવવાનો ર્નિણય કર્યો છે. રાજ્યના અધિક સચિવ જ્વલંત ત્રિવેદીની સહીથી શનિવારે પ્રસિધ્ધ ઠરાવમાં આ જાહેરાત કરાઈ છે. કોરોના મહામારીને કારણે રાજ્ય સરકારે ધારાસભ્યો, મંત્રીઓ, વિપક્ષના નેતા અને વિધાનસભાના સ્પીકરના પગારમાં પણ એક વર્ષ માટે એટલે કે માર્ચ ૨૦૨૧ સુધી ૩૦ ટકા પગારકાપનો અગાઉ ર્નિણય કર્યો છે. આ અંગે સરકારે એપ્રિલમાં વટહૂકમ બહાર પાડી તેનું અમલીકરણ કર્યું હતો. આગામી વિધાનસભા સત્રમાં આ અંગે વિધેયક પણ લાવવામાં આવશે. ત્યારબાદ હવે વધુ કરકસરના પગલારૂપે સરકારી કર્મચારીઓના ડીઓ ઉપર મનાઈ ફરમાવતા સરકારી કર્મચારીઓમાં નારાજગી ફેલાય અને તેનો વિરોધ કરાય તેવી પણ શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!