કેદીઓ ભાગી જવાની ઘટનાઓ ઘણીવાર જાેવા મળે છે ત્યારે કેદીઓ ભાગવા માટે નીતનવા પેંતરા અજમાવતા હોય છે. જાે કે મોટાભાગના કેદીઓ બીમારીની સારવારના નામે ભાગી જતાં હોવાનું બહાર આવ્યું છે. એનસીઆરબીના રિપોર્ટ મુજબ છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં ૧૭ર જેટલા કેદીઓ ભાગી ગયા હતા. તદ્ઉપરાંત ગુજરાતની જેલોમાં વિદેશી કેદીઓમાં પાકિસ્તાની કેદીઓ વધુ હોવાનું તારણ પણ રિપોર્ટમાં બહાર આવ્યું છે. વિગતવાર વાત કરીએ તો નેશનલ ક્રાઈમ બ્યૂરોના છેલ્લા એક વર્ષના આંકડા અનુસાર, દેશભરમાંથી કુલ ૪૬૮ કેદીઓ જેલમાંથી ફરાર થઈ ચુક્્યા છે. ત્યારે નવાઈની વાત એ છેકે, આ આંકડામાં સૌથી વધુ કેદીઓ ગુજરાતની જેલોમાંથી ફરાર થયા છે. એક વર્ષમાં ગુજરાતની અલગ- અલગ જેલોમાંથી કુલ ૧૭૨ જેટલા કેદીઓ ભાગી છુટ્યા છે. કેદીઓ જેલમાંથી ફરાર થવાના અલગ-અલગ નુસખા અપનાવતા હોય છે. જેમા પેરોલ અને મેડિકલ સારવારના બહાને ફરાર થવાની ઘટના સૌથી વધારે સામે આવી છે. કેદી બીમારીઓનું નાટક કરતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાય છે. અને ત્યાંથી જ તેઓ કેટલાકની મદદથી ફરાર થવામાં સફળ થાય છે. ત્યારબાદ પોલીસ કસ્ટડીમાંથી ફરાર થવાની ઘટનાઆ પણ વધારે ઘટી છે. જાેકે પોલીસ કુલ ફરાર કેદીઓમાંથી ૧૧૮ કેદીઓને ફરી પકડવામાં સફળ રહી છે. જ્યારે અન્ય કેદીઓની હજુ પણ શોધખોળ ચાલી રહી છે. દેશભરમાંથી કુલ ૪૬૮ કેદીઓ જેલ, પેરોલ, પોલીસ કસ્ટડી સહિતમાંથી ફરાર થવામાં સફળ થયા છે. જેમા ગુજરાતમાંથી ૧૭૨, રાજસ્થાનમાંથી ૫૦, ઉત્તર પ્રદેશમાંથી ૩૧, મહારાષ્ટ્રમાંથી ૩૯, પંજાબમાંથી ૨૩ તેમજ બિહારમાંથી ૨૦ કેદીઓ ફરાર થવામાં સફળ રહ્યા હતા. જેમાંથી મોટાભાગના કેદીઓને પકડવામાં પોલીસ સફળ રહી છે. ગુજરાતની જેલોમાં ૨૬૧૧ કેદીઓ એવા છે જે આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. ત્યારબાદ ૪૯૭ કેદીઓને ૧૦થી ૧૨ વર્ષની સજા થઈ છે. દેશભરની સરખામણીમાં ગુજરાતની જેલોમાં સૌથી વધુ પાકિસ્તાની કેદીઓ છે. નેશનલ ક્રાઈમ બ્યૂરોના ૨૦૧૯ના આંકડા અનુસાર, ગુજરાતની જેલોમાં કુલ ૯૫ વિદેશી કેદીઓ કેદ છે જેમાંથી ૩૬ ગુનેગારો તેમજ ૨૫ અડંરટ્રાયલ મળીને કુલ ૬૧ કેદીઓ પાકિસ્તાનના હતા. તેમાંથી મોટાભાગના કેદીઓ દરિયાઈ સીમાથી ભારતમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરતા ઝડપાયા હતા. તેઓની પોલીસ તેમજ સરકારી એજન્સીઓ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાત બાદ પંજાબ અને રાજસ્થાતની જેલોમાં પાકિસ્તાની કેદીઓની સંખ્યા વધારે છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews