રાજ્યમાં હાલ કોઈ સિસ્ટમ સક્રિય નહીં હોવાથી વરસાદની શક્યતા નથી તેવી હવામાન વિભાગની આગાહી વચ્ચે અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશર સાથે સાઈક્લોનિક સક્ર્યુલેશનની અસરને પગલે બે દિવસ ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી છે. જાે કે, આ વરસાદ દક્ષિણ ગુજરાત પૂરતો જ સિમિત રહેશે તેમ જણાવાયું છે. બીજી તરફ રાજ્યમાં ગરમીનું પ્રમાણ યથાવત્ રહેતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગુજરાતમાં વરસાદના વિરામ અને ગરમીના ત્રાસ બાદ હવામાન વિભાગે પુર્ન મેઘરાજાની પધરામણીના સંકેત આપ્યા છે. ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી બે દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ખાસ કરીને વલસાડ, નવસારી, ભરૂચ, દાદરાનગર હવેલીમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. સોૈરાષ્ટ્રમાં પણ વરસાદ પડી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અત્યાર સુધી ૯૪ તાલુકામાં સિઝનનો ૪૦ ઈંચ વરસાદ નોંધાઈ ચૂકયો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews