જૂનાગઢ મહાનગરપાલિકા તંત્ર સામે પ્રજામાંથી એક પછી એક અનેક ફરિયાદો રોજ બરોજ ઉઠવા પામી છે. ગઈકાલે ઝુપડપટ્ટી રેગ્યુલાઈઝ કરવાનાં પ્રશ્ને હલ્લાબોલનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જયારે લાઈટ – પાણી રસ્તા પ્રશ્ને કોર્પોરેશનને ઘેરાવ કરવામાં આવતો હોય છે.
કોર્પોરેશનનું તંત્ર ભલેને પ્રજા ગમે તેટલા ઢોલ વગાડે અમારી ઉંઘ ઉડતી જ નથી. તેવી રણનીતી અપનાવી રહેલ છે. આવા જૂનાગઢ શહેરની હાલત આજે ખુબજ ખરાબ છે. રસ્તાઓનો પ્રશ્નો પેચીદો બની ગયો છે. આજે શહેરનાં કોઈપણ એવા માર્ગ નથી કે જયાંથી લોકોને પસાર થવાનું મન થાય અમુક જે રીંચ એરીયા છે તેવા રસ્તા તો જૂનાગઢની પ્રજાને આટલા વર્ષોમાં કયારેય ખરાબ જાેવા મળ્યા નથી. શહેરમાં સૌથી શ્રેષ્ઠ માર્ગ જાે કોઈ હોય તો આજે રાજલક્ષ્મી માર્ગ છે. લોકો પોતાના પરિવારજનો સાથે નિકળતાં હોય છે. ત્યારે જૂનાગઢનાં રસ્તા પ્રશ્ને મનમાં સવાલ ઉઠેલ છે કે જે ખાનગી રીતે રાજલક્ષ્મી સોસાયટીએ ખુદ બનાવેલ છે તે રસ્તા મજબુત છે. જયારે શહેરનાં અન્ય રસ્તાઓ મનપાએ બનાવેલ છે તેની હાલત કેવી છે રોજ મિડીયા દ્વારા અહેવાલો પ્રસિધ્ધ કરવામાં આવે છે. લોકોની વ્યથાનો પડઘો સતાધીશોનાં કાન સુધી પહોંચાડવાનો પુરેપુરા પ્રયત્નોકરવામાં આવે છે. પરંતુ હજુ સુધી જૂનાગઢ મનપાનું નિર્ભર તંત્ર કાંઈ કાર્ય કરી શકયું નથી. એકને એક જ બાબત દર્શાવવામાં આવે છે. દિવાળી પહેલા રસ્તા થઈ જશે. મેઘરાજાનાં વિઘન હાલ દુર થયું છે. વરાપ નિકળ્યો છે ત્યારે કોર્પોરેશન દ્વારા હજુ સુધી રસ્તા રીપેરીંગની કામગીરી થઈ નથી. કોંગ્રેેસે પણ જૂનાગઢ શહેરનાં રસ્તા બનાવવા માટે અલ્ટીમેટમ આપ્યું છે પરંતુ લાગે છે કે મનપા તંત્ર તેને પણ ગણકારતું નથી. અનેક એનજીઓ તથા વ્યકિતગત જાગૃત નાગરીકોએ તો ગ્રાહક કોર્ટમાં કેસ પણ દાખલ કરેલ છે. આજે જૂનાગઢ શહેરના તમામ રસ્તાઓની અત્યંત હાલત ખરાબ છેે. ધુળ- ઢેફા અને ડમરીની નગરીનો ખિતાબ મળી રહે તેવુ આ શહેર બની ગયું છે. અને દિવસ દરમ્યાન વાહનો સતત અવર-જવરને કારણે રસ્તાઓ, દુકાનો, લોકોનાં ઘર અને વાહનો ધુળ-ધુળથી ખરડાઈ જાય છે. રસ્તાઓ ઉપર ધુળનું વાદળ છવાઈ જવાથી કેટલાકની આરોગ્યની સ્થિતિ કથળી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews